એક લાખના એક કરોડ બનાવવાની લાલચમાં આગ્રાના વેપારીને કાલોલ તાલુકાના ઈસમોએ રૂ ૪.૧૯ લાખનો ચુનો લગાવ્યો.

તારીખ ૧૮/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
લોભીયા હોય ત્યા ધુતારા ભુખે ન મરે” ની કહેવત સાર્થક થઈ
આગ્રા ઉત્તરપ્રદેશ ખાતે રહેતા ૬૦ વર્ષીય મનોજ પ્રશાંત મોહંતી દ્વારા કાલોલ પોલીસ મથકે લેખીત રજુઆત કરી જણાવેલ છે કે તેઓને નાણાકીય તકલીફ હોય તેમના મિત્રો મારફતે કાલોલ તાલુકાના પાની મુવાડી ગામના પવનકુમાર રણજીતસિંહ રાઠોડ સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ તેઓ સાથે બે ત્રણ માસ થી ટેલીફોનીક સંપર્ક થયો હતો આરોપી પવનકુમાર રણજીતસિંહ રાઠોડ અને અન્ય છ ઈસમો સામે આપેલ અરજી મુજબ આરોપીએ ફરિયાદી ને કાલોલ બોલાવતા તેઓ તા ૬/૧૧/૨૪ ના રોજ કાલોલ આવ્યા હતા અને આરોપી તથા તેમના મામા દલપતસિંહ અમરસિંહ રાઠોડ ના ઘરે દલપતસિહ નો પુત્ર પૃથ્વીરાજસિહ લઈ ગયો હતો જ્યા આરોપી પવનકુમાર રણજીતસિંહ રાઠોડ,દલપતસિંહ અને પૃથ્વીરાજસિહ હાજર રહ્યા હતા અને બે કલાક મીટીંગ ચાલી હતી ત્યારબાદ જાદુ ટોના દ્વારા ફરિયાદીને એક કરોડ રૂપિયા બતાવેલા અને તેમાંથી રૂ ૫૦૦ ના દરની બે નોટ વાપરવા આપી હતી વધુમાં આરોપીઓ એ તેઓની મેલી વિદ્યાના ત્રણ ચાર વિડીઓ પણ બતાવેલ અને જણાવ્યુ હતુ કે તમે જેટલા લાખ રૂપિયા આપશો તેટલા કરોડ રૂપિયા આપીશુ આરોપીઓ ના પ્રયોગ જોઈને વિશ્વાસમાં આવી ગયેલા ફરિયાદીએ તા ૦૭/૧૧/૨૪ ના રોજ પોતાના એચડીએફસી બેંક ખાતા માથી આરોપીના ઇન્ડિયન બેંક હાલોલ ના ખાતામાં રૂ.૩ લાખ આરટીજીએસ દ્વારા જમા કરાવેલા અને આરોપીઓ એ બે દીવસ વિધિ કરવી પડશે તમને ત્રણ કરોડ સિત્તેર લાખ મળશે તેમ જણાવેલ. તા ૦૮/૧૧/૨૪ ના રોજ આરોપીઓ એ વઘુ પૈસા માગતા ફરિયાદીએ રૂ ૭૦,૦૦૦/ રોકડ અને ત્યારબાદ રૂ ૫૦,૦૦૦/ અને રૂ ૧૯,૦૦૦/ આરોપીના મામા ના છોકરાને આપ્યા હતા. ત્યારબાદ ફરિયાદી ને આરોપીઓ સાથે વોટસએપ ચેટિંગ અને ટેલિફોન થી તા ૦૯/૧૧ સુધી વાતચીત થઈ હતી. ફરિયાદીએ પોતાના નાણાં માગતા આરોપીઓ પોતે વડોદરા હોવાનુ જણાવેલ અને ત્યારબાદ નાસિક જતા રહ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેઓના ફોન બંધ આવતા આરોપીના મામા અને તેમના પુત્ર નો સંપર્ક કરતા તેઓએ કોઇ જવાબ આપ્યો નહી અને આરોપીઓ નો સંપર્ક થતો નથી તેમ જણાવ્યુ હતું જેથી ફરિયાદી પોતે છેતરાયા હોવાનું લાગેલ આમ આરોપીઓ એ ભેગા મળીને યોજના પુર્વક કાવતરુ કરી મેલી વિદ્યા ના ઓથા હેઠળ એકબીજાની મદદથી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી ફરિયાદી પાસેથી રૂ.૪.૩૯ લાખ પડાવી લીધા હોય આરોપીના વોટસએપ ચેટ અને વિડિયો ના પુરાવા આધારે કાયદેસર કાર્યવાહી કરવા કાલોલ પોલીસ મથકે અરજી આપેલ છે.





