
તા.૧૯.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના બોરડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનો શુભારંભ
આજ રોજ તા.૧૯.૧૧.૨૦૨૪ ના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બોરડી ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી ડૉ ઉદય ટીલાવત ના માર્ગદર્શનમાં કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણીયા,અધિક્ષક ડો ભાવિન પટેલ, સર્જન ડૉ મહેન્દ્ર ડામોર દીપ પ્રગટાવી ઓપરેશન કેમ્પનો શુભારંભ કર્યો હતો જેમાં 30જેટલા કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવ્યા હતા
સમગ્ર કેમ્પનું સંચાલન અધિક્ષક તાલુકા હેલ્થ સુપરવાઈઝર અને તાલુકા ફિમેલ સુપરવાઈઝર તથા આરોગ્ય ની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું





