વિજાપુર લાડોલ રોડ જય અંબે કોલ્ડ સ્ટોરેજ નજીક થયેલ અકસ્માત મા યુવકનું સારવાર દરમ્યાન મોત કાર ચાલક સામે ફરીયાદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના બે યુવકો શહેરમાં બેંક નુ કામ પતાવી ને તેઓ પોતાના ઘેર જતા હતા લાડોલ રોડ જય અંબે કોલ્ડ સ્ટોરેજ નજીક પોહચતા ઘેરે થી મોબાઈલ આવતા રોડની સાઈડ માં બાઈક ઉભુ રાખી મોબાઈલ ઉપર ફોન ઉપર વાત કરતા હતા. તે સમયે એક લાલ કલર ની કાર ના ચાલકે ગફલત ભરી હંકારી પાછળ થી ટક્કર મારતા બાઈક ચાલક અને બાઈક પાછળ બેઠેલા ઈસમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ને સરકારી દવાખાના મા ૧૦૮ મારફતે સારવાર માટે લાવવા મા આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ માથાના ભાગે અને શરીરના ભાગે વધુ ઈજા ગ્રસ્ત કાળાજી પ્રતાપજી ઠાકોર ને હિમતનગર સિવિલ ખાતે વધુ સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં સારવાર બાદ તેઓનું મોત નિપજ્યું હતુ આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ જંત્રાલ ગામથી ભરતજી ગોકાજી સેંઘાજી ઠાકોર અને તેમના કાકા ના દીકરા કાળાજી પ્રતાપજી ઠાકોર બેંક ના કામ માટે વિજાપુર શહેર માં આવ્યા હતા. તેઓએ બેંક નુ કામ પતાવી જંત્રાલ પોતાના ઘેર જવા પોતાનું બાઈક હીરો એચ એફ ડીલક્ષ નંબર જીજે ૦૨ ડી આર ૮૩૩૧ નંબર વાળું બાઈક ઉપર નીકળ્યા હતા. તેઓ લાડોલ રોડ ઉપર થી પસાર થતા હતા. તેમના ઉપર ઘેર થી કાકા ના દીકરા નો મોબાઈલ આવતા વાત કરવા લાડોલ રોડ જય અંબે કોલ્ડ સ્ટોરેજ નજીક રોડ ની સાઈડ મા બાઈક ઉભુ રાખી વાત કરતા હતા. તે સમયે પાછળ આવેલ લાલ કલરની બ્રેજા કાર જેનો નંબર જીજે ૦૫ જે એસ ૩૯૪૧ છે તે કાર ના ચાલકે ગફલત ભરી હંકારી પાછળ ટક્કર મારી બંને યુવકોને ઇજા થવા પામી હતી. અકસ્માત ના બનાવના પગલે આસપાસ લોકોના ટોળા થયા હતા. બંને યુવકો ને સારવાર માટે ૧૦૮ મારફતે સરકારી દાવખાને મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં કાળાજી ઠાકોર ને ગંભીર ઈજાઓ હોઈ સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતુ. અકસ્માત કરી કાર મૂકીને જતા રહેલા કાર ચાલક સામે મૃતક ના કાકા ના દીકરા ભરતજી ઠાકોરે ફરીયાદ નોંધાવી છે.