ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં 5 શિક્ષકો એ રજા લીધા વિના કર્યો વિદેશ પ્રવાસ,કેટલાક શિક્ષકો એ રજા વગર બે વાર વિદેશ પ્રવાસ કર્યો : BZ કૌભાંડને લઇ ઘૂંટાતું રહસ્ય 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં 5 શિક્ષકો એ રજા લીધા વિના કર્યો વિદેશ પ્રવાસ,કેટલાક શિક્ષકો એ રજા વગર બે વાર વિદેશ પ્રવાસ કર્યો : BZ કૌભાંડને લઇ ઘૂંટાતું રહસ્ય

અરવલ્લી જિલ્લામાં 5 શિક્ષકો એ રજા લીધા વિના કર્યો વિદેશ પ્રવાસ, BZ કૌભાંડને લઇ ઘૂંટાતું રહસ્ય

Bz કૌભાંડને લઇ CID ક્રાઇમ ની તપાસ ને લઇ સૌથી વધુ શિક્ષકો એ રોકાણ કર્યું હોવાનો ખુલાસો થયો હતો શિક્ષકજગત ચારે કોર ચર્ચાનો વિષય બન્યો છે એમાં ખાસ કરીને BZ મા શિક્ષકો ને રોકાણ કરાવી મસ મોટી ગિફ્ટઆપી વિદેશ પ્રવાસની ટ્રીપ આપતા હોવાની વાતો તેમજ વિડિઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હતા ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ કેટલાય શિક્ષકો એ રોકાણ કર્યું હોવાની વાતો થઇ રહી છે પરંતુ અરવલ્લી રોકાણ કરવાના માસ્ટર માઈન્ડ શિક્ષક એજન્ટ કે રોકાણ કરનાર શિક્ષકની માહિતી હજુ સુધી સામે આવી નથી તેવી વાતો પણ હવે વહેતી થઇ છે. વાયરલ વિડિઓ તેમજ અન્ય માધ્યમો થકી માહિતી મળતા આ બધી બાબતો વચ્ચે અરવલ્લી શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી

અરવલ્લી જિલ્લામાં DEPO દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે તે શિક્ષકો ને નોટિસ આપી ખુલાસા લીધા હતા જેમાં એ જાણવા મળ્યું હતું કે જિલ્લાના પાંચ શિક્ષકો એવા હતા જે કોઈપણ પ્રકારની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કરી આવ્યા હોવાની માહિતી સામે આવી છે અને કેટલાક બે વાર વિદેશ પ્રવાસ કર્યો હોવાની પણ માહિતી સામે આવી છે અને હાલ આં બાબતે ઊંડાણ પૂર્વક તપાસ શરુ છે તેમ જિલ્લા DPEO એ જણાવ્યું હતું. વધુમાં માલપુર તાલુકાના BZ ને લઇ જે વિડિઓ વાયરલ થયાં હતા તે અંતર્ગત ખુલાસો લેતા DEPO એ જણાવ્યું હતું કે આં શિક્ષકો BZ મા કોઈપણ રીતે જોડાયેલા નથી તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી.

રજા લીધા વિના એક નહિ બે વાર વિદેશ પ્રવાસ કરનાર શિક્ષકોને નોટિસ આપ્યાના દસ દિવસ જેટલો સમય વીતવા આવ્યો છતાં હજુ સુધી ચોક્સ કારણ જાણી શકાયું નથી ત્યારે આવા શિક્ષકો સામે અનેક સવાલો ઉભા થયાં છે. બીજી બાજુ ચારે કોર ચર્ચાઓ એ જોર પકડ્યું છે કે BZ મા અરવલ્લી જિલ્લામાં ખાસ શિક્ષકો ને રોકાણ કરાવનાર શિક્ષક એજન્ટ પરનો પડદો ક્યારે ઉઠશે કે પછી એને બચાવી લેવામાં આવશે તેવી ચર્ચાઓ જામી છે જો આં બાબતે CID ક્રાઇમ ઊંડાણ પૂર્વક તપાસ કરે તો અરવલ્લી જિલ્લાનો માસ્ટર માઇડ હાથ લાગી શકે છે તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!