
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય અને શિક્ષકોને આઇ.કાર્ડના અભાવે પડતી મુશ્કેલીઓ.
માંડવી,તા-૦૨ ડિસેમ્બર : ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના સમગ્ર ગુજરાતના આચાર્ય તેમજ શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા સક્ષમ અધિકારીની સહીવાળુ આઇ.કાર્ડ ઇસ્યૂ કરાવા બાબત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તરફથી શિક્ષણમંત્રીને પત્ર પાઠવી લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો પાસે આઇકાર્ડ ન હોવાને કારણે અથવા ક્યાંક છે તો સાતત્યપૂર્ણ એક સમાન આઈકાર્ડ ન હોવાને લીધે વિસંગતતાઓ ઊભી થાય છે. ઘણા કિસ્સાઓમાં રાજ્ય બહાર મુસાફરી કરતી વખતે અથવા સરકારી કચેરીઓમાં આઈ.કાર્ડ ન હોવાના કારણે આચાર્ય કે શિક્ષક હોવા છતાં પુરાવાના અભાવે પોતે આચાર્ય કે શિક્ષક છે તે સાબિત કરી શકાતું નથી. આવા સંજોગોમાં સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે જે રીતે SAS પોર્ટલ પરની માહિતીના આધારે આઈ કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે. આ પ્રકારની ગુજરાતના તમામ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક આચાર્ય અને શિક્ષકોની માહિતી GSEB સાઇટ પર સ્કૂલ તેમજ ટીચર રજીસ્ટ્રેશન દ્વારા લેવામા આવે છે. તો SAS પોર્ટલ જેમ અહીં પણ માહિતીઓ ભર્યા પછી આઇ કાર્ડ ડાઉન લોડનો વિકલ્પ આવે તો સમગ્ર ગુજરાતના તમામ આચાર્ય અને શિક્ષકોને સક્ષમ અધિકારીની સહીવાળુ એક સમાન આઇ કાર્ડ મળી શકે એમ છે. આ વિષય અંતર્ગત શિક્ષણમંત્રીના માધ્યમથી સૂચના આપવા અને શિક્ષક તેમજ આચાર્યના હિતમાં આઇ.કાર્ડ ઇસ્યૂ કરાવવા ABRSM દ્વારા રજૂઆત કરાઈ છે. જે સમગ્ર ગુજરાતની સાથે સાથે ક્ચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના આચાર્ય અને શિક્ષકો તેમજ ABRSM ક્ચ્છ ટીમ દ્વારા પણ આવકારવા આવેલ છે, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.


