BHARUCH

ઝઘડિયામાં ભંડારી ચાલમાં ત્રણ મકાનોમાં ફાયર ફાયટરોએ દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો, સદનસીબે જાનહાની નહીં

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં આવેલી ભંડારીની ચાલમાં ત્રણ મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગની જાણ થાય જ ઝઘડિયા જીઆઈડીસીના ફાયર ફાયટરોએ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ઘટનામાં કોઈ જાનહાની નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઝઘડિયામાં આવેલી ભંડારી ચાલમાં એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.આગ વધુ પ્રસરતા બાજુમાં આવેલા બીજા બે મકાનોને પણ ચપેટમાં લેતા ત્રણ મકાનોમાં આગ ભભૂકી ઉઠતાં સમગ્ર ભંડારી ચાલમાં દોડધામ મચી ગઇ હતી.આગ લાગતા જ લોકો મકાનનો બહાર દોડી આવતા બચાવ થયો હતો.
ઘટનાની જાણ ઝઘડિયા જીઆઇડીસીના અગ્નિશામક દળોને કરવામાં આવતા ફાયર લાશ્કરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે સદનસીબે કોઈ જાનહાની નહિ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.પરતું ત્રણ મકાનો ધારકોને આગથી નુક્સાન પહોંચ્યું હતું.

Back to top button
error: Content is protected !!