DAHODGUJARAT

સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી 

તા.૧૧.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી

સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય દિલીપકુમાર એચ મકવાણા દ્વારા આત્મા અને કર્મ શાશ્વત છે. શ્રીમદ ભગવદ ગીતા આત્માના મૂળ સુધી પહોંચે છે. દુનિયાનો કોઈપણ ધર્મગ્રંથ આત્માનું સૂક્ષ્મ ચિંતન કરી શક્યો નથી. આધુનિક વિજ્ઞાન આત્માને એક ઊર્જા માને છે. ઊર્જા સનાતન છે તેને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે. ભગવત ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની એક રીત છે. તે ખરા અર્થમાં મનુષ્ય બનાવે છે. ગીતાના સિદ્ધાંતો સનાતન સત્ય છે એમ શાળાના આચાર્ય દિલીપકુમાર મકવાણાએ બાળકોને જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!