MORBI:મોરબી ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ અંતર્ગત લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને જાગૃતિ ઝુંબેશ

મોરબી: ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ અંતર્ગત લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને જાગૃતિ ઝુંબેશ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી. કે. શ્રીવાસ્તવ અને જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી ડો. વિપુલ કારોલીયાની સૂચના અનુસાર, તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) લજાઈના મેડીકલ ઓફિસરશ્રી ડો. મૌલીક પટેલના માર્ગદર્શન અને MPHS શ્રી સુરેશચંદ્ર સી. બોપલીયાના સુપરવીઝન હેઠળ લજાઈ આરોગ્ય કેન્દ્ર હેઠળના તમામ ગામોમાં જુલાઈ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરો દ્વારા લજાઈ ક્ષેત્રના ગામોમાં ઘરે-ઘરે જઈને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના લક્ષણો ધરાવતા દર્દીઓની શોધખોળ કરી લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.
પોરાનાશક કામગીરી: મચ્છર ઉત્પત્તિ થઈ શકે તેવા તમામ સંભવિત સ્થળોની તપાસ કરી પોરાનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો.પાણીના પાત્રોનું વ્યવસ્થાપન: બિનઉપયોગી અને નકામા પાણીના પાત્રો ખાલી કરાવવામાં આવ્યા હતા. તદુપરાંત, ઘરવપરાશના ખુલ્લા પાણીના પાત્રોમાં ટેમીફોસ નાખીને જૈવિક નિયંત્રણની કામગીરી કરવામાં આવી હતી.
રોગચાળાને અટકાવવા માટે લોકભાગીદારી ખૂબ જરૂરી હોવાથી આરોગ્ય ટીમ દ્વારા વ્યાપક સ્તરે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું:લોકોને આપવામાં આવેલી ખાસ સૂચનાઓ:પક્ષીઓના કુંડ નિયમિત રીતે સાફ કરવા.ઘરમાં વપરાશના પાણીના પાત્રોને ચુસ્તપણે ઢાંકીને રાખવા.ઘરની આસપાસ ક્યાંય પણ નકામું પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવી.
આરોગ્ય શિક્ષણનો વ્યાપ વધારવા માટે લજાઈ પીએચસી હેઠળના તમામ ગામોમાં કોમ્યુનિટી મીટિંગ, આરોગ્ય શિબિર અને જૂથ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત, શાળાઓમાં બાળકોને આરોગ્ય શિક્ષણ આપી રેલીઓનું આયોજન કરાયું હતું અને પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગામના વોટ્સએપ ગ્રુપોમાં પણ વાહકજન્ય રોગચાળા નિયંત્રણ અંગેના સંદેશાઓ મોકલી લોકોને સતર્ક કરવામાં આવ્યા છે.આ સમગ્ર ઝુંબેશને સફળ બનાવવા માટે લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ સતત કાર્યરત છે અને ગ્રામજનોને પણ આ કામગીરીમાં સહકાર આપવા અપીલ રર કરવામાં આવી છે.









