NATIONAL

સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના કેસમાં ભરણપોષણ નક્કી કરવા 8 મુદ્દાની ગાઇડલાઇન જાહેર કરી

મૂળ ઉત્તર પ્રદેશના અને બેંગ્લુરુમાં નોકરી કરતાં 34 વર્ષના એઆઇ એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. પોતાની વિતક કથા જણાવવા માટે તેણે 40 પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી અને એક લાંબો વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેણે તેની પત્ની અને સાસરિયા દ્વારા દહેજના ખોટા આરોપ લગાવીને તેને પજવવામાં આવ્યો હોવાનું વિગતવાર જણાવ્યું હતું અને ન્યાયની માંગ કરી હતી. આખો દેશ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયો છે અને લગ્નસંસ્થામાં પત્ની દ્વારા થતી પતિની પજવણી બાબતે ચર્ચા શરુ થઈ ગઈ છે. ત્યારે આ સંદર્ભમાં તાજેતરમાં દેશની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે.

અતુલ સુભાષની પત્નીએ તેના પર ખોટા કેસ કરીને ભરણપોષણની માંગ કરી હતી, જેને લીધે દેશમાં મહિલાઓ દ્વારા કાયદાના દુરુપયોગ થવા બાબતે આક્રોશ ફેલાઈ ગયો છે. આ સંદર્ભમાં ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ પ્રસન્ના વી વરાલેની બેન્ચે છૂટાછેડાના કેસમાં ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવા માટે આઠ મુદ્દા રજૂ કર્યા છે, જે નીચે મુજબ છે.

Back to top button
error: Content is protected !!