ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ‘આપ’ પર ફરી એક વાર ખોટા આરોપો લગાવ્યા. ‘આપ’ નેતા ગોપાલ ઇટાલીયાએ કર્યો વળતો પ્રહાર.
જો કચ્છમાંથી આમ આદમી પાર્ટીનો કોઈ માણસ નકલી ED તરીકે પકડાયો હોય તો આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો: ગોપાલ ઇટાલીયા

ગૃહમંત્રી ટ્વિટ કરીને ભાગે નહીં, જાહેરમાં ડિબેટ કરવા આવે: ગોપાલ ઇટાલીયા
ગૃહમંત્રીએ ફાંકા ફોજદારી કરવાની જરૂર નથી, યોગ્ય પુરાવા હોય તો સામે આવો: ગોપાલ ઇટાલીયા
અમદાવાદ
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલીયાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કહ્યું છે કે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાર્યકર્તા નકલી ઈડી તરીકે પકડાયા છે. મારી એક જ વિનંતી છે કે હર્ષ સંઘવી ભાગે નહીં, ગૃહમંત્રી છો તો અમારી ચેલેન્જ સ્વીકારો. આની પહેલા પણ તમે અમને ચેલેન્જ આપીને ભાગી ગયા હતા, પરંતુ કંઈ વાંધો નહીં. આજે તમારી પાસે ફરીથી મોકો આવ્યો છે આમ આદમી પાર્ટીને ખરાબ ચીતરવાનો તો આવો ફરીથી સામે આવો.
હું ફરી વખત તમને કહેવા માંગીશ કે આવો આપણે જાહેરમાં ડિબેટ કરીએ અને સામે સામે બેસીએ અને હું તો કહું છું કે આમ આદમી પાર્ટીને તમે ખુલ્લી પાડી દો. જો કચ્છમાંથી આમ આદમી પાર્ટીનો કોઈ માણસ નકલી ED તરીકે પકડાયો હોય તો આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો. તમે ગુજરાતી જનતા સમક્ષ અમને ખુલ્લા પડવાનું બીડું ઉઠાવી લો. ગૃહમંત્રીએ ફાંકા ફોજદારી કરવાની જરૂર નથી, યોગ્ય પુરાવા હોય તો સામે આવો. તમે અમને અને અરવિંદ કેજરીવાલને ખુલ્લા પાડવાની ચેલેન્જ સ્વીકારો. ફક્ત કોઈ ટ્રોલની જેમ ટ્વિટ કરવાની કોઈ જરૂરત નથી.





