GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોલીસ દ્વારા આંગણવાડી બહેનોને મહિલાની સુરક્ષા પ્રાધાન્ય અંગેની સમજ આપીને જાગૃત કરાઈ

 

તારીખ ૧૬/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે ગામ પંચાયત ખાતે આજ રોજ વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.ગઢવી દ્વારા આંગણવાડી બહેનોને નવા બનેલા બીએનએસ કાયદા અંગેની સમજ આપી હતી ત્યારે આ કાર્યક્રમમાં વેજલપુર આંગણવાડી બહેનો હાજર રહી હતી તેમજ મહિલા પોલીસની સી ટિમ પણ હાજર રહી હતી ત્યારે આજ રોજ વેજલપુર વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્રોના સંચાલકો સાથે વેજલપુર પોલીસે નવા કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં નવા કાયદા અંગે કઇ કઇ જોગવાઈઓ આવેલી છે નવા શુ ફેરફાર થયેલા છે તે બાબતે તેમજ મહિલા અધિનિયમ પોસ્કોને લઈને જે કાયદાઓ છે તેમજ મહિલા સરક્ષણ કાયદાઓની તેમજ મહિલા જાગૃતિને લગતા કાયદાઓની સમજ આપવામાં આવી હતી ત્યારે આ નવા કાયદા અંગેની સમજણ તે પોતે સમજે અને પોતાના આંગણવાડી વિસ્તારમાં લોકોને નવા કાયદા અંગેની સમજણ આપે અને નવા કાયદાનો બહોળો પ્રચાર થાય અને લોકો નવા કાયદાને સમજે અને નવા કાયદાની મહિલાઓમાં જાગૃતિ આવે અને મહિલા સરક્ષણ અને મહિલાની સુરક્ષા પ્રાધાન્ય આપતા નવા કાયદાઓની સમજ કેળવાય તે માટે પોલીસની સી ટિમ તેમજ વેજલપુર પોલીસ દ્વારા નવા કાયદા અંગેનોજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડી અંદાજીત ૫૦ ઉપરાંત બહેનો હાજર રહી હતી અને સાંતીથી નવા કાયદા અંગેની જાણકારી લીધી હતી અને પોતાની આંગણવાડી વિસ્તારમાં લોકોને નવા કાયદાની સમજ આપશે અને નવા કાયદામાં નવા કાયદા અંગે કઇ કઇ જોગવાઈઓ આવેલી છે નવા કાયદામાં શુ ફેરફાર થયેલા છે તે બાબતે તેમજ મહિલા અધિનિયમ પોસ્કોને લઈને જે કાયદાઓ છે તેમજ મહિલા સરક્ષણ કાયદાઓની તેમજ મહિલા જાગૃતિને લગતા કાયદાઓની સમજ આપીને મહિલાઓને જાગૃત કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!