GUJARATMEHSANAVIJAPUR

અમદાવાદ ગુજરાત ના મહાન ઓલિયા સરકાર શાહ એ આલમ બુખારી ના 566 મા ઉર્ષ પ્રસંગે ચાદર પોશી ગુલ પોશી નો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ ગુજરાત ના મહાન ઓલિયા સરકાર શાહ એ આલમ બુખારી ના 566 મા ઉર્ષ પ્રસંગે ચાદર પોશી ગુલ પોશી નો કાર્યક્રમ યોજાયો
566 મા ઉર્ષ પ્રસંગે દરગાહ .શરીફ ના સજ્જાદાનશીન દ્વારા ચાદર અને ગુલ પોશી કરાઇ
વિજાપુર તા
સમગ્ર ગુજરાત ના મહાન ઓલિયા હમ છબીએ મુસ્તુફા ગુજરાત ના ખ્વાજા મહેબુબે બારી હજરત સૈયદ મોહમ્મદ સિરાજુદ્દીન શાહ એ આલમ બુખારી રહેમતુલ્લાહ અલય્હે ના અમદાવાદ ખાતે પાંચ દિવસ સુધી ચાલી રહેલ 566 મા ઉર્ષ ની શરૂઆત ની ઉજવણી ના ભાગ રૂપે દરગાહ શરીફ ના સજ્જાદાઓ દ્વારા પરંપરા મુજબ ચાદર પોશી તેમજ ગુલપોશી ના કાર્યક્રમ યોજાય છે જેને લઇને દરગાહ શરીફ ના સજ્જાદાનશીન ગાદીનશીન સૈયદ અબ્દે મુનાફ બાપુ મીયા બુખારી બાવા સાબ તેમજ અન્ય સજ્જાદાનશીન સહિત દ્વારા ચાદર પોશી નો તા 18 ડિસેમ્બર 2024 બુધવાર ના રોજ સાંજે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાવાજી સૈયદ મોહમ્મદ કાઝિમ બાવા બુખારી તેમજ સૈયદ યાકુબ આલમ બુખારી તેમજ સૈયદ મુજાહિદ બુખારી તેમજ સૈયદ મેહબૂબ બુખારી ઉપસ્થિત રહી ને દરગાહ શરીફ મજાર મુબારક ખાતે ચાદર પોશી કરી હતી. તેમની સાથે લોકો મોટી સંખ્યામાં દુવા એ ખાસ મા જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!