GONDALRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલ નગરપાલિકાની ટીમે દેશની પ્રથમ ડિજિટલ હાઉસ લિસ્ટિંગ કામગીરી સમયમર્યાદા પહેલાં પૂર્ણ કરી

તા.૧૧/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ઝડપ અને ચોકસાઈપૂર્વક ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા ટીમને બિરદાવાઈ

Rajkot, Gondal: દેશમાં વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત પ્રથમવાર ડિજિટલ હાઉસ-લિસ્ટિંગ એન્ડ હાઉસિંગ સેન્સસ (એચ.એલ.ઓ.)ની કામગીરી ચાલી રહી છે. જેમાં ગોંડલ નગરપાલિકાના સુપરવાઈઝર અને ગણતરીદારોની ટીમે પોતાના કાર્યક્ષેત્રની કામગીરી ઝડપથી અને સમયમર્યાદા પહેલાં સફળતાપૂર્વક પૂર્ણ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

આ ટીમે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ચોકસાઈપૂર્ણ માહિતીનું સંકલન તથા પ્રસ્તુતીકરણ કરીને વસ્તી ગણતરીની કામગીરીમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે.

ગોંડલ નગરપાલિકાના સુપરવાઈઝર શ્રી યોગેશકુમાર ભુપેન્દ્રભાઈ પિત્રોડા તથા ગણતરીદારો શ્રી ભાગ્યશ્રી જયંતીભાઈ વણપરીયા, શ્રી મીનાબેન ભીખાભાઈ રૈયાણી, શ્રી રમાગૌરી જસમતભાઈ સાવલિયા અને શ્રી નીતાબેન કેશુભાઈ સાકરિયા દ્વારા આ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

આ ટીમે નિષ્ઠાપૂર્વક, જવાબદારીપૂર્ણ અને ગુણવત્તાસભર કામગીરી કરી હોવાથી જિલ્લા વહીવટી તંત્ર, નોડલ ઓફિસર શ્રી સમીર રાવલ તથા ગોંડલ નગરપાલિકા તરફથી તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

સુપરવાઈઝર અને ગણતરીદારોએ ઝડપ, ચોકસાઈ અને ગુણવત્તા વચ્ચે ઉત્તમ સમન્વય સાધીને આ ડિજિટલ ગણતરી કાર્યને સફળ બનાવ્યું છે. તેમની આ સિદ્ધિ અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બની છે.

Back to top button
error: Content is protected !!