


સમીર પટેલ, ભરૂચ
• બાળકી વડોદરા SSG હોસ્પિટલમાં હાલ અત્યંત નાજુક સ્થિતિમાં સારવાર હેઠળ
• આંતરિક ભાગોમાં ગંભીર નુકશાનના કારણે ફેલાયેલ ઇન્ફેક્શન
• આરોપી વિજય પાસવાન પાંચ દિવસના છે પોલીસ રિમાન્ડ પર
ઝઘડિયામાં કિશોરી ઉપર પાશવી દુષ્કર્મમાં ગુરૂવારે પોલીસે દુષ્કર્મીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ભરૂચની ઝઘડિયા GIDC માં થરમેક્સ લેબર કોલોનીમાં 10 વર્ષની કિશોરીનું ઘરમાંથી અપહરણ અને પાશવી દુષ્કર્મમાં ગુજરાત સહિત ઝારખંડમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટનાના ગણતરીના કલાકમાં જ ભરૂચ પોલીસે ઝારખંડના જ હેવાનિયતની હદ વટાવનાર દુષ્કર્મી વિજય પાસવાનની ધરપકડ કરી લીધી હતી. ઘટનાની તપાસ અને પુરાવા એકત્ર કરવા આરોપીના 5 દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. અંકલેશ્વર DYSP ડો. કુશલ ઓઝા, ઝઘડિયા PI એન.આર. ચૌધરી, LCB પી.આઈ. એમ.એચ.વાળા, તપાસ અધિકારી અને સરકારી પંચોની હાજરીમાં આરોપીને સાથે રાખી ગુરૂવારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ચકચારી દુષ્કર્મની ઘટનામાં પોલીસ કાફલા વચ્ચે ઝઘડિયા પોલીસ મથક બહાર ટોળા ભેગા થઈ ગયા હતા. હેવાન વિજય પાસવાનને પોલીસ સહારે ઘટના સ્થળે ચલાવવામાં આવ્યો હતો. જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કિશોરીનું ઘરેથી અપહરણ અને તેને લેબર કોલોનીને અડીને આવેલી દીવાલ પાછળ લઈ જઈ દુષ્કર્મ આચરી આ હેવાની કૃત્ય કર્યું તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસે કર્યું હતું. કિશોરી હાલ વડોદરાની સયાજી હોસ્પિયલમાં નાજુક સ્થિતિમાં જીવન સામે લડી રહી છે. આરોપીએ દુષ્કર્મ સાથે તેના આંતરિક ભાગમાં સળિયો નાખી દેતા આંતરિક ભાગોમાં ગંભીર નુકશાન થયું છે. ત્રણ ઓપરેશન બાદ પણ કિશોરીની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું સામે આવ્યું છે. બે સંતાનનો પિતા એવો આરોપી ઝઘડિયામાં થરમેક્સ લેબર કોલોનીમાં એકલો જ રહે છે. અને સેંટિંગ સાથે સળિયા વીણવાનું કામ કરે છે. એક મહિનો પેહલા પણ તેને પીડિત કિશોરી ઉપર દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભરૂચ પોલીસ આ જઘન્ય ગુનામાં આરોપીને સખતમાં સજા થાય તે માટે તમામ પુરાવા એકત્ર કરી ઝડપી ચાર્જશીટ દાખલ કરવા કટિબદ્ધ બની છે.



