GUJARATRAJKOT CITY / TALUKOVINCHCHHIYA

Vichchhiya: વિંછીયા તાલુકાની સંકલન બેઠક યોજાઇ

તા.૨૧/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Vichchhiya: પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સદન ખાતે વીંછિયા તાલુકાની સંકલન બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ વીંછિયા તાલુકાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. જેમાં જરૂરિયાતમંદ નાગરિકોને પ્લોટ ફાળવણી, ગામોની જમીન સમથળ કરવાના કામો, પાણીની ટાંકીનું રીપેરીંગ કામ, બ્રીજના કામો, રસ્તાની કામગીરી, વીજ લાઈનની રીપેરીંગના કામો, પાણી વિતરણની કામગીરી, ટ્રાફિક સમસ્યા, પશુ દવાખાનુ, આરોગ્ય કેન્દ્રના મકાન બાંધકામ અને રીપેરીંગના કામો સહિત પ્રશ્નોની મંત્રીશ્રીએ વિગતવાર માહિતી મેળવીને પ્રશ્નોના યોગ્ય નિરાકરણ કરવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

બેઠકમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!