AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

કલકત્તાની બળાત્કારની ઘટના પર ધરણા પર બેસનાર મુખ્યમંત્રી શું ગુજરાતની દીકરી માટે ધરણા પર બેસશે?:ઈસુદાન ગઢવી

ગુજરાતના લોકોએ જાતે પોતાની દીકરીઓની રક્ષા કરવી પડશે, સરકાર પર ભરોસો રહ્યો નથી: ઈસુદાન ગઢવી

ભાજપના કુશાસનમાં ગુજરાતની નિર્ભયાને આપણે બચાવી શક્યા નહીં: ઈસુદાન ગઢવી

ગુજરાતમાં 10 વર્ષની દીકરી સાથે નિર્ભયા જેવી બર્બરતા કરવામાં આવી હતી, તેનું આજે દુઃખદ અવસાન થયું છે: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાનુન વ્યવસ્થા સંભાળવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી તમામ જિલ્લાઓમાં શ્રદ્ધાંજલિ અને કેન્ડલ માર્ચના કાર્યક્રમનું આયોજન કરશે: ઈસુદાન ગઢવી

છેલ્લા એક મહિનામાં 20થી 25 નાની બાળકીઓ સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાઓ ઘટી છે: ઈસુદાન ગઢવી

અમદાવાદ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર ઘટના પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં નિર્ભયા કાંડ જેવી જે ઘટના ઘટી હતી, તેમાં આપણે એ દીકરીને બચાવી શક્યા નથી. ભરૂચના ઝઘડિયામાં માત્ર દસ વર્ષની દીકરી સાથે બળાત્કાર કર્યા બાદ તેની સાથે નિર્ભયા જેવી બર્બરતા કરવામાં આવી હતી. અને આજે તે દીકરીનો મૃત્યુ થયું છે, પ્રભુ એની આત્માને શાંતિ આપે. છેલ્લા એક મહિનામાં 20 થી 25 એવી ઘટનાઓ ઘટી છે, જેમાં નાની નાની બાળકીઓ સાથે બળાત્કાર અને હત્યાઓની ઘટના ઘટી હોય.

કલકત્તામાં જ્યારે એક દીકરી સાથે બળાત્કારની ઘટના ઘટી હતી, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ધરણા પર બેઠા હતા, તો શું આવતીકાલે ગુજરાતની દીકરી ગુજરાતની નિર્ભયા માટે મુખ્યમંત્રી ધરણા પર બેસશે? વાતો બહુ મોટી મોટી કરવામાં આવે છે, પરંતુ હકીકત એ જ છે કે ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા સદંતર નિષ્ફળ ગઈ છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાનૂન વ્યવસ્થાને સંભાળવામાં સદંતર નિષ્ફળ નીવળ્યા છે. ગુજરાતની દીકરીની આત્માને શાંતિ મળે એ માટે આવતીકાલે આમ આદમી પાર્ટી દ્વારા તમામ જિલ્લાઓમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવશે અને કેન્ડલ માર્ચનું આયોજન થશે. ગુજરાતના લોકોને હું કહેવા માંગીશ કે હવે આપણે આપણી દીકરીઓને આપણે જાતે બચાવવાની છે. ગુજરાતની ભાજપ સરકાર પર હવે જરા પણ વિશ્વાસ રહ્યો નથી.

Back to top button
error: Content is protected !!