DAHOD

દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દાહોદ ખાતે સ્પેસ એગ્ઝીબેશનની મુલાકાત લીધી

તા.૨૪.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દાહોદ ખાતે સ્પેસ એગ્ઝીબેશનની મુલાકાત લીધી

આજરોજ તારીખ.૨૪.૧૨.૨૦૨૪ ને મંગળવારના રોજ શાળાના બેગલેશ ડે કાર્યક્રમ અંતર્ગત બાળકોને ( અનાજ મહાજન સાર્વજનિક એજુકેશન સોસાઇટી ) સંસ્થા આયોજિત નવજીવન સાયન્સ કૌલેજ દાહોદ ખાતે વિક્રમ સારાભાઈ સ્પેસ એગ્ઝીબેશન ( VSSE ) ગિરધરનગર કૌલેજ કૈમ્પસમાં પુંસરી પ્રાથમિક શાળા તા:જિ:દાહોદના ધોરણ.૮ ના કુલ.૫૫ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને અવકાસ સંબંધિત વિષયને આવરી લેતા ઉત્કૃષ્ટ માહિતી પ્રદાન કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓને અવકાસ સબંધિત જૂદાજૂદા વિષયોના પ્રયોગો સાથે આનંદ સાથે કુતૂહલ સ્વરૂપ મોજ અને જ્ઞાન મેળવ્યૂ હતું. જેમાં મુખ્યત્વે જોવાલાયક વિષયો પૈકી  ISRO સંચાલિત શાખાઓ MATHS Deparment  BOTANY Department Zoology Lab PHYSICS LaCHEMISTRY Lab SETTELITE MODULS CHANDRAYAN-1 CHANDRAYAN-2 CHANDRAYAN-3 MANGALYAN GAGANYAN SPACE BUS ROCKET LAUNCHING ઉપરોક્ત મુખ્ય આકર્ષણ તરીકે વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિષય અને એમાં પણ અવકાસ સંબંધિત માહિતીનો અભ્યાસ પ્રવૃતિમય રીતે દાર્શનિક અવલોકન નિહાળવાની ઉત્તમ તક મેળવી હતી.આ બેગલેસ ડે ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમમાં શાળાની ગણિત-વિજ્ઞાન વિષયની શિક્ષિકાબેન. વંદનાબેન પંચાલ અને ચૈતાલીબેન રાવલ દ્વારા સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. પુંસરી પ્રાથમિક શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા બાળકોને વિવિધ સાયન્સ પ્રોજેક્ટની સમજ આપવામાં આવી હતી. બાળકો દ્વારા પણ પ્રશ્નોત્તરી કરી ચર્ચા કરવામાં આવી અને અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો દ્વારા અલ્પાહાર લઈને દાહોદથી શાળા તરફ પ્રયાણ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!