GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નીલકંઠ કોલેજ ખાતે પોકસો ચાઈલ્ડ મેરેજ વિષય પર શિક્ષણ શિબિર યોજાઈ
તારીખ ૨૭/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ,અમદાવાદના માર્ગદર્શન તેમજ પંચમહાલ મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રી અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષની સુચના અન્વયે ગતરોજ કાલોલ તાલુકા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નીલકંઠ કોલેજ ખાતે પોકસો ચાઈલ્ડ મેરેજ વિષય પર શિક્ષણ શિબિર યોજવામાં આવી જેમાં વક્તા તરીકે એ.ડી.સી. અશ્વીનભાઈ ટી.ચૌહાણ, પી.એલ.વી.કૃણાલ બારોટ અને કાલોલ કોર્ટ માંથી વકીલ ભુપેન્દ્રસિંહ બી.પરમાર, વિજયસિંહ એમ.પરમાર કાન્તિભાઈ એમ.સોલંકી છત્રસિંહ કે સોલંકી તથા કોલેજ સ્ટાફ અને મોટીસંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.