GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad- હળવદના જુના ઈશનપુર ગામે નમૅદાની માઈનોર કેનાલ પર અમુક શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી માયનોર કેનાલ બંધ કરી : ખેડૂતોમાં રોષ!

Halvad- હળવદના જુના ઈશનપુર ગામે નમૅદાની માઈનોર કેનાલ પર અમુક શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી માયનોર કેનાલ બંધ કરી : ખેડૂતોમાં રોષ!

 

 

હળવદ તાલુકાનાજુના ઇસનપુર પાસે આંકડેશ્વર રોડ વાળી નર્મદા માઇનોર કેનાલ પર અમુક શખ્સો દ્વારા પોતાનાં અંગત હીત માટે ગેરકાયદેસર દબાણ કરી માઈનોર કેનાલ બંધ કરી વાવણી કરતાં આજુબાજુના ૩૦ થી વધું ખેડૂતોઓ‌માં રોષ વ્યાપી ગયો છે અને તંત્ર માં લેખિત રજુઆત કરી છે. હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે આંકડેશ્વર જવાના રસ્તે નર્મદાની માઈનોર કેનાલ બંધ કરી ગેરકાયદેસર દબાણ કરી વાવણી કરી રસ્તો બંધ કરાતા આજુબાજુના ૩૦થી વધુ ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ હતી. આ માઈનોર કેનાલ સાફ સફાઈ કરવાની ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરવામાં આવે છે. પરંતુ તંત્ર દ્વારા આજ દીન સુધી કાર્યવાહી કરવામાં આવી નથી,

માઈનોર કેનાલ પર ઓધવજી નારાયણભાઈ દલવાડી,અને ઘનશ્યામ વિઠ્ઠલભાઈ દલવાડી દ્રારા ગેરકાયદેસર માઈનોર કેનાલ બંધ કરીને ગેરકાયદેસર દબાણ કરી જગ્યા પર કબ્જો કરી કાયદેસર રાજાશાહીનો રસ્તો બંધ કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ માઈનોર કેનાલ પર માથાભારે શખ્સ દ્વારા પોતાના ફાયદા માટે‌ કોઇ પણ મંજુરી વગર ગેરકાયદેસર દબાણ કરી માઈનોર કેનાલ બંધ કરી વાવણી કરી રસ્તો બંધ કરી દબાણ કરેલ છે.એટલું જ નહીં અગાઉ આજુબાજુના ખેડુતોઓ પાસેથી ચાલવા પેટે ૩૦ હજાર રૂપિયા ઓધવજી દલાવાડી એ લીધા હતા,પાછા ફરીથી રૂપિયા લેવાની લાલચે દબાણ કર્યુ હોવાનું ખેડૂતોઓ લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું, કોઈપણ જાતની મંજૂરી વગર માઈનોર કેનાલ બંધ કરી તેની આસપાસ વાવણી કરી રસ્તો બંધ કરાતા આજુબાજુના ખેડૂતોમાં રોષ ની લાગણી જોવા મળી હતી . માઈનોર કેનાલ બંધ કરાતા ચોમાસામાં પાણી‌ ભરાય રહેવાથી મોટી સમસ્યા સર્જાશે તો તો તેની જવાબદારી કોની? તેવુ આજુબાજુના ખેડુતોઓ માં સવાલ ઉઠ્યો હતો.

જુના ઈશનપુર ગામે નમૅદાની માઈનોર કેનાલ સાફ સફાઈ કરવાની ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરવામાં આવે છે. માઈનોર કેનાલ પર ભૂમાફિયા દ્વારા ગેરકાયદેસર દબાણ કરી વાવણી કરવામાં આવતા ખેડૂતોઓ માં રોષની લાગણી સાથે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા હળવદ મામલતદાર ને રજુઆત કરવામાં આવી હતી,

આ બાબતે નમૅદા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ‌ ગીરીશ પટેલ ને પુછતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે જણાવ્યું હતું સ્થળ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે! અહીં એ વાત જણાવી દઈએ કે પાણી ચોરી કરનારા વિરુદ્ધ પાસાં ની કાર્યવાહી કરવા અંગે સરકાર નાં ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને સંબંધી તમામ પાણી પુરવઠા નર્મદા કેનાલ બધાને જણાવી દીધું છે ત્યારે હવે આ નર્મદા કેનાલના જવાબદાર અધિકારી શું કરી હોય કરે છે સમયમાં જોઈ શકાશે!

રીપોર્ટ: શ્રીકાંત પટેલ-મોરબી

Back to top button
error: Content is protected !!