GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

રિલાયન્સના પાયામાં છે અથાગ પુરૂષાર્થ

 

 અંબાણી પરિવારનો જામનગર સાથે  અતૂટ નાતો અને એ તાણાંવાણાં પરિમલ નથવાણી અને ધીરૂભાઇ અંબાણીના
જામનગર (ભરત ભોગાયતા)
ભારતના અર્થતંત્રની ખરી મુલવણી કરવી હોય તો રિલાયન્સનું પ્રદાન પ્રથમ હરોળમાં નોંધવુ પડે તે રીતે રીલાયન્સ પેટ્રોલીયમ(રિલાયન્સ ઇનડસ્ટ્રીઝ ) લીમીટેડની ભારતની આત્મનિર્ભરતા માટે પચ્ચીસ વર્ષથી અવિરત પ્રગતિ છે
“ગ્રોથ ઇઝ લાઇફ” એ સુત્ર છે રિલાયન્સનું, આમેય જીવન ચક્ર સાથે વૃદ્ધિ અભિન્નતાથી જોડાયેલી છે અને વૃદ્ધિ જ જીવન છે તે સાર્થક કરવા,બીજારોપણથી વૃદ્ધિની યાત્રામાં પુરૂષાર્થનું સિંચન કરવુ પડે છે આ સિંચન પચ્ચીસ વર્ષની પણ પહેલા ધીરૂભાઇ અંબાણી અને પરિમલભાઇ નથવાણીએ હાલારમાં કર્યુ છે એ અથાગ પરિશ્રમના સિંચનથી વૃદ્ધિ આજે આભને આંબે છે
૧૯૯૯ થી ૨૦૨૪ એમ પચ્ચીસ વર્ષ  પરંતુ તે પહેલા…..?? તે પહેલા જ સમય હતો વિસ્તારો ખુંદવાનો,ગામડાઓ જોવાનો,માળખાકીય લાગુ પડતી બાબતો જોવાનો અને બધું જ કેવી રીતે જોવાનુ હતુ?? એવી રીતે કે આ જમીન પરથી જોવાતુ સપનુ સુપેરે સાકાર થાય અને દાયકાઓ સુધી પ્રગતિ જ કરે પેઢી દર પેઢી પ્રગતિ કરે અને એ જ છે દુરંદેશીતા……..ખાવડીની જમીનોની ઉડતી ધુળ કે પવનની લહેરખીઓમાં કે ગ્રામજનોના કુતુહલમાં, ધીરૂભાઇ અંબાણી અને પરિમલ નથવાણીએ વિરાટ વૃદ્ધિ  વિશ્ર્વના ત્યારે દર્શન કરી લીધા હતા એ દર્શનથી દ્રઢતા ઘડાઇ અને એ દ્રઢતાથી જ જ્યા પહેલા માત્ર એક બોર્ડ લગાવ્યુ હતુ તે વિસ્તારમાં મહીનાઓ….હા બે પાંચ કે દસ પંદરથીય વધુ મહિનાઓ સુધી “ધીરતા” પુર્વક આગળ ધપી વૈશ્ર્વીક ફલક ઉપર પહોંચવા ધરાતલથી જોડાઇને જે સંકલ્પ કરાયો એ સંકલ્પની “સુગંધ”ની આજે સૌ અનુભૂતિ કરે છે ત્યારે આ સૌથી મોટી રીફાઇનરી સ્થપાઇ તે પહેલાની જહેમત વંદનીય હતી,પથ દર્શન કરનાર હતી , આદર્શ રોડ મેપ હતો…..કે જેના ઉપર ભવિષ્ય કોતરાયુ….ઉજ્જવળ ભવિષ્ય કોતરાયુ અને કંડારાયો ઇતિહાસ…..ભવ્ય ઇતિહાસ…..જમીનમાંથી નીકળતુ કાચુ સોનુ પ્રોસેસ થઇ એવુ ઇંધણ બને કે યાંત્રના બનેલા ભાગો કે મશીનરીઝ કે તેવી જ રીતે  બનેલા વાહન કે મશીનમાં જાણે જોમ પુરાય કેવી રીતે જેમ દિવામાં દિવેલ પુરાય  અને દૈદિપ્યમાન જ્યોત ઝળહળે……..જામનગર પાસે અંબાણી પરિવારના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંકુલોએ એ સ્થાન પ્રાપ્ત કર્યુ છે કે જ્યાં આવવામાં સેલીબ્રીટીઝ પણ ગૌરવ અનુભવે છે ત્યારે આ લખનારને પણ તે વખતની અથાગ જહેમત  જાણીને એમ થતુ કે જામનગરનો જમાનો આવશે…..તે યર્થાર્થ થયુ…..તેમજ તે વખતે ભલે એક બોર્ડ જ માત્ર હતુ તેમ છતાંય લોકોમાં  ટેકનોલોજીના અપુરતા વિકાસ વખતે પણ  વાયરાની જેમ ફેલાયેલી એક વાત …કે….” બહુ મોટો ઇસ્યુ આવે છે …..ભરી દેજો લાગશે તો સો ટચનુ સોનુ લાગશે,રાખી મુકજો, કલ્પનામાં નહી હોય એવા ભાવ આવશે…..” એ સો ટચનુ સોનુ શેરબજારના ઉંચકાતા ગ્રાફની વરસોથી આગેવાની કરે છે
રિલાયન્સે ભારતને ઇંધણમાં ઘણે અંશે સ્વાવલંબી તો બનાવ્યુ જ સાથે સાથે કસ્ટમ્સ એક્સાઇઝ અને વેચાણવેરા(સ્વરૂપ બદલાતા હોય) સહિતના અનેક પ્રકારના કર રૂપે સરકારને અઢળક આવક રીલાયન્સ પેટ્રોલીયમએ આપી તેથી આત્મનિર્ભરતા બંને રીતે યથાર્થ બની રહી છે.
 એક ભવ્ય સફળતા અને સફળતામાંથી પણ વધુ સફળતાનો ધ્યેય રાખવાની અંબાણી પરિવારની નેમથી વિશ્ર્વના ટોચના ધનકુબેરોમાં અંબાણી પરીવારનુ નામ ગૌરવ સમાન છે જે ભારતનું ગૌરવ છે
પરિમલભાઇનો સુઝકો ધીરૂભાઇની ધીરજ અને દુરંદેશીતા , એક પછી એક કામ પાર પાડતા…..પાડતા…..જેની કલ્પના પણ ન કરી શકીએ તેવી ઝીણી ઝીણી બાબતો પાર કરી પડાવ સુધી પહોંચ્યા હોય ત્યારે પરિમલ નથવાણી અને ધીરૂભાઇ અંબાણીને  એ પ્રસ્વેદ મોતી સમાન ચળકતો લાગ્યો હશે અને મુકેશભાઇ અંબાણી ત્યારે સાથે જ રહેતા તેમને નજર સામે જમીન ઉપર ભવ્યતાનુ સર્જન જોયુ …તેઓ સાક્ષી પણ રહ્યા અને સર્જનના સાથી પણ રહ્યા…….આ બધું જ કેટલુ રોમાંચક હોય અને પુરૂષાર્થના ફળની મીઠાશ કેવી હોય તે પરિમલભાઇને અનુભવ છે ધીરૂભાઇએ તેમના સપનાને સાકાર થયાનો આહલાદક આનંદ રહ્યો,તો મુકેશભાઇને એ રોમાંચ હજુય છે એ રોમાંચ તેમના ધીમા પરંતુ મક્કમ ડગમાંથી પણ  એવી રીતે  સ્ફુરતો દેખાય છે  કે હજુય પ્રગતિ માટે “સ્કાય ઇઝ ધ લીમીટ”  ત્યારે હાલારના રત્ન પરિમલભાઇએ આ ભગીરથ સર્જનમાં એકડો ઘુંટ્યો છે અને આજે આ ભવ્યતા જોતા તેમને એ પરિશ્રમનો થાક ઉતરી જાય સાથે સાથે સ્થાપના બાદ, સંચાલનના વિવિધ આયામો માટે તેઓની  ઉતમ વહીવટી કુશળતા,પારખુ દ્રષ્ટી,ઇન્ફર્મેશન અને ડેટાનુ સતત અપડેશન, ગતિવિધીઓના જરૂર પડ્યે અક્સીર ઇલાજ  અને બેસ્ટ મેનેજમેન્ટની આત્મસ્ફુરણા,વરસો પછીનુ પણ જોઇ શકવાની દીર્ઘતાસભર દ્રષ્ટીથી,રિલાયન્સની દરેક પ્રગતિના અને આગવી છાપ અને ભવ્યતા સાથે પરીણામલક્ષીતાના,અનેકવિધ આયામોથી પરિમલભાઇ પુરૂષાર્થી છે
સાચી દિશાની મહેનત  ઉગી નીકળી, લહેરાવા લાગી, જોતા જ આંખને ટાઢક મળે તેવુ સુંદર અને વર્લ્ડ બેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ એટલે તે બીજ વટવૃક્ષ બન્યુ  અને  હજુય શાખાઓ પ્રશાખાઓ સાથે  અવિરત ફુલ્યુ છે ….હજુ ફુલશે  ફાલશે તેમ વિશ્ર્વ કહે છે
આ ઘટાદાર વટવૃક્ષના પાયાની જહેમત,ધીરૂભાઇની મોતીના દાણા જેવી નાના નાના વાક્યોની વાતો , એ વાતોને સન્માન આપી એ દિશામાં ક્રિયાન્વીત થનારા અને ક્રિયાન્વીત રહેનારા પરિમલભાઇની સુઝકાભરી દુરંદેશી,તે વખતેનુ મુકેશભાઇનું શુન્યમાંથી આભને આંબતુ સર્જન જોવા સમજવાના ગજબના કુતુહલ સાથેનુ મૌન સાક્ષીપણુ અને શીખતા રહેવાનો, જાણતા રહેવાનો,સમજતા રહેવાનો અને જાણી સમજી દૂર સુધીની સફળયાત્રા કરવા કંડારાયેલા પથ પર આગળ ધપવાની સજ્જતા  મૌલિક ભાવ સાથે રિલાયન્સને પાયાથી માંડી વૈશ્ર્વિક પ્રગતિ સુધી પહોંચતી કરવાની ધગશ આ બધું જ યશગાથાના સુત્રો છે જે ભવ્યતાનું સર્જન કરે છે જે આપણા દેશને આપણા રાજ્યને આપણા વિસ્તારને ગૌરવ અપાવે છે …..અપાવતુ રહેશે કેમકે “વૃદ્ધિ જ જીવન છે”
__________________________

—-regards

bharat g.bhogayata

Journalist ( gov.accre.)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!