ડો. સુભાષ મહિલા કોલેજ જૂનાગઢ ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટીના ડો. ભૈરવીબેન ત્રિવેદીનું ‘સાંપ્રત જીવનમાં શ્રીમદ ભગવત ગીતા વ્યવહારિક દ્રષ્ટિકોણ અને ઉકેલ ‘વિષય પર વ્યાખ્યાન યોજાયું
ડો. સુભાષ મહિલા કોલેજ જૂનાગઢ ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટીના ડો. ભૈરવીબેન ત્રિવેદીનું ‘સાંપ્રત જીવનમાં શ્રીમદ ભગવત ગીતા વ્યવહારિક દ્રષ્ટિકોણ અને ઉકેલ ‘વિષય પર વ્યાખ્યાન યોજાયું

ડો.સુભાષ મહિલા કોલેજ જૂનાગઢ ખાતે આજરોજ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક ડો. ભૈરવીબેન ત્રિવેદીએ ‘સાંપ્રત જીવનમાં શ્રીમદ ભગવત ગીતા વ્યવહારિક દ્રષ્ટિકોણ અને ઉકેલ ‘વિષય પર મનનીય પ્રવચન આપેલ. આ પ્રવચનની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, ત્યારબાદ આચાર્યશ્રી બલરામ ચાવડા સંપાદિત પુસ્તક ‘રામાયન સત કોટિ અમારા‘ થી સ્વાગત કરી પુષ્પોને ડાળી પર જ મહેકતા રહેવા દઈને શબ્દોની જ સુગંધ પ્રસરવા દેવાનો ઉચિત વિચાર સૌ કોઈને પસંદ પડ્યો હતો.આ તકે શબ્દોથી સ્વાગત કરતા પ્રિન્સિપાલ શ્રી ડો. બલરામ ચાવડાએ જણાવ્યું હતું કે અધ્યાપકો શિક્ષણ સાથે સંશોધનનું પણ કામ કરતા હોય છે. બહુમુખી પ્રતિભા ધરાવતા સાંસ્કૃતિક વારસો ધરાવતા ભૈરવીબેન છે, સાથે સાથે તેમણે સંસ્થાની નીતિ રીતિ અને કાર્યોથી વક્તાનો પરિચય કરાવ્યો હતો. વિશેષમાં જણાવેલ કે આપણા જીવનમાં સૌથી વધુ નજીક હોય તો એ છે કૃષ્ણ. ભલે આપણે એને પૂજતા હોઈએ કે ન હોઈએ એમના મુખેથી પ્રગટેલી ગીતા બહુ મોટું મહત્વ ધરાવે છે. વક્તા ભૈરવીબેને પોતાના પ્રવચનમાં જણાવેલ કે દુનિયાનું સૌથી મોટું સંશોધન એટલે શ્રીમદ ભગવત ગીતા. અધ્યાપકોનો માત્ર એ જ ધર્મ નથી શિક્ષણ આપી દેવું એ કેટલાક ઉકેલો પણ બતાવે છે. તમે એવી પવિત્ર ભૂમિ પર ભણી રહ્યા છો જ્યાં ગિરનાર છે તેથી તમે ભાગ્યશાળી છો. ગીતા વિશે થોડું ઘણું પણ જાણી લ્યો તો ઘણું બધું સમજાઈ જાય એમાં કહેવાયું છે કે તારામાં છે એ જ મારામાં છે. ગીતા સારની પંક્તિઓ તેમણે પોતાની રીતે ઢાળી સમગ્ર ઓડિયન્સને સુમધુર કંઠે ગવડાવી પ્રશ્નોત્તરી કરી ઉર્જા પ્રગટાવી હતી. ગીતાને વાગોળતા રોજ નવા વિચારો મળે છે. ગીતાના ૧૮ અધ્યાય છે. જેમાં ભીષ્મપર્વમાં ઘણો બધો બોધ મળે છે. જેના દરેક શ્લોકમાં જબરી તાકાત છે. શંકા ઉત્પન્ન થઈ અને તેમાંથી ઉકેલ પ્રાપ્ત થયો છે. આપણે સમસ્યાના સમાધાન માટે પ્રયત્ન કરવો જોઈએ મને ગમતું નથી પણ શું મુસીબત છે એ જ ખબર નથી આ માટે પહેલા મુશ્કેલીને ઓળખવી જોઈએ તો એનો ઉકેલ મળી શકે સમસ્યાને સમય પર છોડી દેવી જોઈએ એમ તેમણે જણાવ્યું હતુ. આ કાર્યક્રમનું આભાર દર્શન ડૉ.નરેશ સોલંકીએ કરેલ તથા કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રા.નયનાબેન ગજજરે કર્યું હતું.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




