કાલોલ:શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં નાણાકીય સાક્ષરતા અભિયાન યોજાયું.

તારીખ ૩૧/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે તારીખ ૩૧/૧૨/૨૦૨૪ને મંગળવારે હીરો ફિનકોર્પ સંચાલિત રમણકાંત મુંજાલ ફાઉન્ડેશન માંથી આવેલ વોલેન્ટિયર આનંદભાઈ, મનિષાબેન,નેહલબેન અને ભૂમિકાબેન દ્વારા શાળાના વિદ્યાર્થીઓને નાણાકીય સાક્ષરતા જાગૃતિ અર્થે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ નાણાકીય યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જનધન યોજના, અટલ પેન્શન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, મુદ્રા લોન, કિસાન ક્રેડિટ કાર્ડ, ભીમ એપ વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. બાળકોને ઓનલાઈન મોબાઈલના વપરાશથી થતી છેતરપિંડીથી સાવચેત રહેવા ઉદાહરણ સહિત માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમના અંતે બાળકોને માહિતીના પેમ્પલેટ અને બોલપેન આપવામાં આવી હતી. શાળાના આચાર્ય રીતેશભાઈ પંડ્યાએ સમગ્ર ટીમનો અને રમણકાંત મુંજાલ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.






