શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા નું ગૌરવ

શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા નું ગૌરવ
પાટણ નગરપાલિકા સંચાલિત શ્રી મણિલાલ કાંતિલાલ જીમખાના ખાતે યોજાયેલ આસ્થા કીડની હોસ્પિટલ દ્વારા આયોજિત સેકન્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2.કી.મી 5 કી.મી. 11 કી.મી અને 21 કિ.મી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડનું આયોજન આખા ભારત ખાતેના સ્પર્ધકો માટે કરવામાં આવ્યું હતું. તેમાંથી આ દોડમાં 1250 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.અમારી શાળા શ્રી એલ.વી.નગરશેઠ હાઇસ્કૂલ, સમૌ મોટા તા. ડીસા, જી.બનાસકાંઠાના ત્રણ વિદ્યાર્થીઓએ મેરેથોનમાં ભાગ લીધો હતો, જે 1) માધવસિંહ વિક્રમસિંહ જાદવ 2.કી.મી. મેરેથોન દોડમાં *તૃતીય નંબર*,2) પાર્થકુમાર વિસાભાઈ રાજગોર 5. કી. મી. મેરેથોન દોડમાં *ચોથો* નંબર અને 3)અરવિંદસિંહ શૈતાનસિંહ જાદવ 2.કી.મી.દોડમાં ભાગ લઈ નંબર લાવી શાળાનું અને ગામનું ગૌરવ વધાર્યું હતું, જેમાં શાળા પરિવાર અને પ્રધાનાચાર્યશ્રી નટુભાઈ જોષી સાહેબશ્રીએ પણ આવી ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી.





