GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI – મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસે હાથ ધરેલા સઘન ચેકીંગમાં જુઓ કેટલા ડમ ડમ હાલતમાં ઝડપાયા 

MORBI – મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસે હાથ ધરેલા સઘન ચેકીંગમાં જુઓ કેટલા ડમ ડમ હાલતમાં ઝડપાયા

 

 

મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસે હાથ ધરેલા સઘન ચેકીંગમાં ૧૮ પીધેલા પકડાયા હતા. જ્યારે દારૂ સાથે પકડાયાના ૩૭ કેસ કર્યા હતા. આ ઉપરાંત ૭ વાહનો ડિટેઈન કર્યા હતા.

Oplus_131072

નવા વર્ષની ઉજવણી નિમીતે લોકો દ્વારા રાત્રીના મોડે સુધી હોટેલો, ફાર્મહાઉસ, કલબો, પ્રાઇવેટ પાર્ટી પ્લોટ, વિગેરે જાહેર સ્થળોએ ડાન્સ ડીનર પાર્ટીના કાર્યક્રમો યોજાતા હોય તેમાં યુવક યુવતિઓ નશીલા પદાર્થોનું સેવન કરી આવતા હોય સામાન્ય બોલાચાલીના કારણે મારામારીના તથા યુવતિઓની છેડતી જેવા ગંભીર પ્રકારના બનાવ બનતા હોય છે. તેમજ જાહેર રસ્તા ઉપર વાહનો બેફામ રીતે લોકોની જીદગી જોખમમાં મુકાય તે રીતે હંકારી જાહેર જનતામાં ભય અને ત્રાસનુ વાતાવરણ ફેલાવતા હોય આ અંગે તકેદારી રાખવા અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી / વાંકાનેર તથા પોલીસ ઇન્સપેકટરશ્રી એલ.સી.બી. / એસ.ઓ.જી. તથા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રીઓને સુચના આપી કોમ્બીંગ નાઇટ દરમિયાન વધુને વધુ અધિકારીશ્રી / કર્મચારીઓની ટીમો બનાવી મોરબી જીલ્લા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા, ટ્રાફીક સમસ્યા ઉકેલવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર નાબુદ થાય તે હેતુથી જીલ્લાના એન્ટ્રી તથા એક્ઝીટ પોઇન્ટ ઉપર નાકાબંધી / વાહનચેકિંગ કરી નાર્કોટીકસ ડ્રગ્સ ડીટેકશન કીટ તેમજ બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરી અસરકારક કામગીરી કરવા તેમજ આયુર્વેદીક શીરપના નેઝા હેઠળ નશીલી દવાઓનુ સેવન ન થાય તેમજ આ ઉજવણી દરમિયાન જીલ્લાના મુખ્ય ધોરીમાર્ગો, તથા અગત્યના માર્ગો ઉપર ટ્રાફીક જામ ન થાય તે સારૂ પોલીસ અધિક્ષકશ્રી મોરબી નાઓની અધ્યક્ષતામાં મોરબી જીલ્લામાં કોમ્બીંગ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ

Oplus_131072

જે કોમ્બીંગ સર્ચ ઓપરેશનમાં મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની કુલ-૧૩ જેટલી ટીમો બનાવી, મહિલા સુરક્ષાને ધ્યાને રાખી સી-ટીમ તથા ટ્રાફીક વ્યવસ્થા જાળવણી સારૂ ટ્રાફીકની અલગ ટીમ બનાવી કુલ-૧૫ જેટલી ટીમો કાર્યરત કરી તેમાં કુલ નાયબ પોલીસ અધિક્ષકશ્રી-૨ પોલીસ ઇન્સ્પેકટર-૧૪ પોલીસ સબ ઇન્સ્પેકટર – ૨૭ પોલીસ કર્મચારી, હોમગાર્ડ, જી.આર.ડી.મળી કુલ-૬૦૦ જેટલા માણસોની ફાળવણી કરી

જેમાં પોલીસે દારૂની પ્રવૃત્તિ સાથે સંકડાયેલ ૭ર ઇસમોને તેમજ શંકાસ્પદ જણાતા ૧૧૦ ઇસમોને ચેક કર્યા હતા. ૨૪ ફાર્મ હાઉસ, ૩૩ ગેસ્ટ હાઉસ, ૬૮પ શંકાસ્પદ વાહનો અને ૪૪ હોટેલ ચેક કરી હતી. આ દરમિયાન પ્રોહીબિશનના ૩૭ કેસ કર્યા હતા. દારૂ પીધેલી હાલતમાં ૧૮ ઇસમોને ઝડપયા હતા. MVA-૨૦૭ મુજબ ૭ વાહન ડીટેઈન કર્યા હતા. ઉપરાંત સ્થળ ઉપર રૂ.૧૪૭00/-નો દંડ ફટકાર્યો હતો.

Back to top button
error: Content is protected !!