MORBI – મોરબી શહેર અને જિલ્લામાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવમાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યા




MORBI – મોરબી શહેર અને જિલ્લામાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવમાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યા

પ્રથમ બનાવમા મોરબી તાલુકાના મચ્છોનગર પાનેલી રોડ(રફાળેશ્વર)માં રહેતા મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના ધારાડુંગળી ગામના રહેવાસી પરિવારના ૧૩ વર્ષીય દર્શનભાઇ પિતાંબરભાઇ મંગાભાઇ ઝાલા ગઈ તા. ૦૨ જાન્યુઆરીના રોજ જુના રફાળેશ્ર્વર રોડ, રફાળેશ્ર્વર તળાવની સામે, રેલ્વે ઇલેક્ટ્રીક થાંભલા નં.૨૦/૧૭ થી ૨૦/૧૯ ની વચ્ચેના ભાગે ટ્રેક ઉપર કોઈ કારણોસર ડેમુ રેલ્વે ટ્રેનની હડફેટમાં આવી જતા તેનું શરીર કપાઇ ગયું હતું. હાલ ઘટના અંગે મોરબી આર પી એફ ના એ.એસ.આઈ. નરેશ ચૌહાણ દ્વારા આપવામાં આવેલ વિગતોને આધારે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.બિજા બનાવમાં મોરબીના નાની વાવડી ગામે રહેતા પૂંજાભાઈ મોતીભાઈ મકવાણા ઉવ.૬૭ ને હરસ તથા છાતીમાં દુખાવાની બીમારી હોય જે તબીબી સારવાર લેવા છતાં લાગુ પડશે બીમારીમાં કોઈ સુધારો થતો ન હોય જેથી કંટાળી જઈ ગઈકાલ તા. ૦૩/૧ ના રોજ પોતાના રહેણાંક મકાને પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પૂંજાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ તાલુકા પોલીસે બીએનએસ ની કલમ ૧૯૪ હેઠળ બનાવની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.ત્રિજા બનાવવામાં મોરબી શહેરના મહેન્દ્રનગર મફતિયાપરા વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય અજયભાઈ લાભુભાઈ આદ્રોજાએ પોતાના રહેણાંક મકાને પોતાની મેળે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા અજયભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી પરિવારજનો મરણ હાલતમાં લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવતા હાજર ડોક્ટરે પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપર આવી ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કામગીરી હાથ ધરી અકાળે મૃત્યુ પામેલ યુવકના મોત અંગે અ. મોતની નોંધ કરી આપઘાત કરવા પાછળના કારણો શોધવા તપાસની ગતિવિધિ શરૂ કરી છે.ચોથા બનાવમાં વાંકાનેર ભાવેશભાઇ રમેશભાઇ દલસાણીયા ઉવ ૩૧ રહે.વાંકાનેર મીલપ્લોટ નવજીવન સોસાયટીવાળાએ ગઈકાલ તા.૦૩/૦૧ના સાંજના સાડા પાંચ વાગ્યા પહેલા મકાનના પહેલા રૂમમાં કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઇ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકના કુટુંબીજન પાસેથી પ્રાથમિક વિગતો મેળવી વાંકાનેર સીટી પોલીસે મૃત્યુના બનાવ અંગે અકસ્માતે મોતની નોંધ રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.



