BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર કોલેજ મા ૧૦૯ વિધાથીર્ઓ થેલેસેમીયા ટેસ્ટ નું આયોજનકરવામાં આવ્યું.

4 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રીમતી જી.બી.પવાયા & શ્રીમતી પી.એસ. પવાયા સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં૧૦૯ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ટેસ્ટ કરાવવામાં આવ્યો. જેમાં કોલેજ પ્રિન્સિપાલ શ્રી યોગેશભાઈ પટેલ, પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિરજીભાઈ ચૌધરી & અંજનાબેન પી. મેવાડા તેમજ NSS ના વિદ્યાર્થીઓ સહિત કોલેજના તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં થેલેસેમિયા એ આનુવંશિક બીમારી છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ તેની માહિતી આપવામાં આવી અને ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓના ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ કલેકટ કરવામાં આવ્યા. જેમાં 109 જેટલા વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો. થેલેસેમિયાના ટેસ્ટ બાદ વિદ્યાર્થીઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!