રાજુલા શહેરને ૪૦ નવા રોડ અર્પણ કરતા ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી”
સંતો મહંતો અને મહાનુભાવોની હાજરીમાં યોજાયો કાર્યક્રમ

યોગેશ કાનાબાર રાજુલા
“રાજુલા શહેરને ૪૦ નવા રોડ અર્પણ કરતા ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી”
આજરોજ રાજુલા ખાતે નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અંદાજીત ૪ કરોડ નાં ખર્ચે ૪૦ રોડનાં લોકાર્પણ ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી તથા સંતો મહંતો ના હસ્તે રસ્તાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા…કાર્યક્રમમાં હાજરી આપી રસ્તાઓનું લોકાર્પણ કર્યું હતું..
આ તકે સાધુ સંતો,નગરપાલિકાના પૂર્વ પ્રમુખો,પૂર્વ સદસ્યો, વેપારીઓ,ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, શહેરીજનો,તેમજ રાજુલા શહેરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
રાજુલા શહેરના અનેક વિસ્તારોનો આકાર પણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવેલો વર્ષો જૂના રોડના પ્રશ્નો બાબુ તે શહેરીજનો જ્યારે હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે ધારાસભ્ય દ્વારા આ લોકાર્પણ કરતા રાજુલા શહેરના રસ્તાઓના પ્રશ્નો હલ થવા પામ્યા રાજુલા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ચંદા ગેસ્ટ હાઉસ થી ડુંગર રોડ મીરાનગર ભરતનગર આમ્રપાલી સોસાયટી બલરામનગર ભાખડાનગર ઘેટા ગાળો દોડીનો પટ સ્વામિનારાયણ નગર મન મંદિર શ્રમજીવી નગર અને બાવળીયાવાળી સહિતના વિસ્તારોમાં નવા રસ્તા બનાવવામાં આવ્યા ત્યારે આ કાર્યક્રમ પ્રસંગે રાજુલા શહેરના વિવિધ અગ્રણીઓ જીગ્નેશભાઈ પટેલ કેતનભાઇ શિયાળ હર્ષુરભાઈ લાખણોત્રા ધીરજભાઈ પુરોહિત સંજયભાઈ ધાખડા મહેન્દ્રભાઈ ધાકડા સહિત અનેક વેપારીના આગેવાનો પણ ઉપસ્થિત રહેલા






