GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેરની એમજીએસ હાઇસ્કુલ ખાતે વાર્ષીક રમતોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી

 

તારીખ ૦૮/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત ધી એમ જી એસ હાઇસ્કુલ ખાતે ગતરોજ વાર્ષીક રમતોત્સવ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ મુખ્ય મહેમાન તરીકે ૩૦ એનસીસી બટાલિયન ગોધરાના કર્નલ આર કે શેરોન અને સુબેદાર મેજર લછમનસિંહ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ટ્રસ્ટી પ્રકાશ ગાંધી તથા જયંત મહેતા,ટ્રસ્ટી વિરેન્દ્ર મહેતા, યોગેશ મહેતા, મનોજ પરીખ અને શાળાનો સ્ટાફ અને રમતોત્સવ મા ભાગ લેતા વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનો નુ સ્વાગત આચાર્ય ડો કે પી પટેલ દ્વારા કરવામાં આવ્યુ.દીપ પ્રાગટ્ય કરી કર્નલ આર કે શેરોન દ્વારા મશાલ પ્રસ્થાન કરાવ્યું હતુ અને ત્યારબાદ શિસ્તબદ્ધ રીતે એનસીસી ની પરેડ યોજાઈ હતી લેઝીમ દાવ અને ડંબલ્સ દાવ બાદ કર્નલ દ્વારા પ્રાસંગીક પ્રવચન આપ્યું અને ખેલાડીઓ ની શપથવિધી કરાઈ ત્યારબાદ રમતોત્સવ ખુલ્લો મુકાયો હતો જેમાં વિદ્યાર્થિઓએ ઉત્સાહપૂર્વક વિવિધ રમતોમાં ભાગ લઇ રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!