ARAVALLIBHILODAGUJARAT

ભિલોડાની પ્રેરણા વિદ્યાલયના ધો 12ના વિદ્યાર્થીનો ત્રણ માસ પૂર્વે આપઘાત મામલો : શિક્ષક કે ડી ભુધરા સામે દુષપ્રેરણન ફરિયાદ નોંધાઈ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રપટેલ

ભિલોડાની પ્રેરણા વિદ્યાલયના ધો 12ના વિદ્યાર્થીનો ત્રણ માસ પૂર્વે આપઘાત મામલો : શિક્ષક કે ડી ભુધરા સામે દુષપ્રેરણન ફરિયાદ નોંધાઈ

વિદ્યાલયના શિક્ષક કે.ડી ભુધરા સામે નોંધાઇ દુસ્પ્રેરણ હેઠળ ફરિયાદ નોંધાઇ શિક્ષકની દુસ્પ્રેરણથી મરવા સુધી મજબૂર થઇ વિદ્યાર્થીએ કર્યો હતો આપઘાત મૃતક વિદ્યાર્થીના પરિવારને ન્યાય અપાવવા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ન્યાયની માંગ કરી હતી ગત 28 સપ્ટેમ્બરે જુના ભવનાથ મંદિર પાછળ ઇન્દ્રાસી ડેમમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.મૃતક દીપકસિંહ ગુણાવતના મોત પાછળ શાળાના શિક્ષક જવાબદાર હોવાના પરિવારજનો અને વિદ્યાર્થીઓ ના હતા આક્ષેપ ભિલોડા પોલીસે શિક્ષક કે.ડી ભુધરા સામે દુસ્પ્રેરણ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભિલોડા નગર ની પ્રેરણા હાઈસ્કૂલ ની ,પ્રેરણા સ્કૂલ માં ધોરણ 12 માં અભ્યાસ કરતા દિપક ગુણાવત ( વણઝારા ) નો મૃતદેહ તારીખ 28 સપ્ટે 2024 ના રોજ ઇદ્રશી નદી ના ડેમ માંથી મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતક દિપક ગુણાવત શાળા માંથી જ સીધો ઇન્દ્રાશી નદી ના કિનારે એક્ટિવા ચંપલ અને સ્કૂલબેગ મૂકી ને જીવન ટૂંકાવ્યું હતું ત્યાર બાદ પોલીસે એડી નોંધી હતી વિદ્યાર્થી ના મોત બાદ તેના વર્ગખંડ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નો એવો આક્ષેપ હતો કે શાળા ના શિક્ષક કે ડી ભુધરા દિપક ને કલાસ રૂમ માં બહુ જ ટોર્ચર કરતા હતા,ધમકીઓ આપતા હતા જેથી વિદ્યાર્થીઓ એ જે તે સમયે ભિલોડા ચક્કાજામ કરી ને બંધ નું એલાન પણ આપ્યું હતું જેથી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ ના નિવેદન લઈ ને તપાસ હાથ ધરાઈ હતી,શાળા સંચાલકો એ પણ તારીખ 30 સપ્ટે 2024 ના રોજ તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી ફરજ મુક્ત કર્યા હતા ત્યારબાદ આ કેસ માં પોલીસ તપાસ બાદ શિક્ષક કે ડી ભુધરા સામે દિપક ગુણાવત ને મરવા દુષપ્રેરણ ની આજે ફરિયાદ નોંધાઇ હતી

Back to top button
error: Content is protected !!