
સમીર પટેલ, ભરૂચ
વાગરા પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભેરસમ ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન એક સિલ્વર કલરની ઇક્કો કાર (GJ-16-CS-4738)માંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાંથી કુલ 325 લીટર દેશી દારૂ (કિંમત રૂ. 65,000) અને ઇક્કો કાર (કિંમત રૂ. 2.50 લાખ) મળી કુલ રૂ. 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કારમાંથી બે આરોપીઓ ધર્મેશ મનુ વસાવા અને અરવિંદ રતિલાલ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે આ દારૂનો જથ્થો ચાવજ ગામના સંતોષ જીવણ વસાવાએ પૂરો પાડ્યો હતો. પોલીસે સંતોષને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી અવૈધ દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.




