ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લા ખાતે ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષતામાં યોજાઈ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા ખાતે ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષતામાં યોજાઈ

અરવલ્લી જિલ્લામાં ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે યોજાઈ હતી.આ બેઠકમાં સાંસદ દ્વારા અનેક યોજનાકિય લાભ લાભાર્થીઓ સુધી પોહચે તે માટે સુચારુ આયોજન કરવા અનુરોધ કરવામાં આવ્યો,પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસની યોજનાને સાંકળી વધુને વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય એ માટે વિવિધ સૂચનો કર્યો હતા. જિલ્લામાં સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ અન્વયે કુપોષણ નાબૂદી તેમજ પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા જાળવણી તરફના કાર્યક્રમોને વધુને વધુ વેગવાન બનાવવા તેમજ સબકા સાથ સબકા વિકાસના સૂત્રને ચરિતાર્થ કરવા માટે તમામ વિસ્તારોમાં પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવુ ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના તમામ નાગરિકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરિયાતોને આપી તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, વિકાસકામોના સુદ્રઢ અમલીકરણ માટે આ બેઠક અતિ મહત્વપૂર્ણ છે ત્યારે જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સૂચનોને અધિકારીઓ પરસ્પર સંકલન રાખી બનતી ત્વરાએ નિવારણ લાવે તેમજ પ્રગતિ હેઠળના કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓની તલસ્પર્શી વિગતો લેખિત કે મૌખિક સ્વરૂપે જરૂરિયાતમંદ તમામ લોકો સુધી પહોંચે એ માટે તમામ વિભાગો સક્રિયતા દાખવે એમ ભારપૂર્વક જણાવ્યું હતું. સાંસદ શ્રીએ જણાવ્યું કે, સરકારી સંસાધનોનો અને મશીનરીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જનજન સુધી સુખાકારીના કામો સુચારૂ રીતે થાય તે બાબતે અધિકારીઓને સૂચન સહ માર્ગદર્શન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!