LIMKHEDA

ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ની મીટીંગ દાહોદ ખાતે મળી

*દાહોદ ખાતે કારોબારી મિટિંગ મળી*

આજરોજ દાહોદ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ની કારોબારી મીટીંગ ઓમ શ્રી યોગેશ્વર વિદ્યાલય જાલત, દાહોદ ખાતે મળી હતી , જેમાં જિલ્લાના પ્રમુખશ્રી ગજેન્દ્રભાઈ પરમાર મંત્રીશ્રી સુરેશભાઈ પટેલ અને રાજ્ય કારોબારી સભ્યો તેમજ મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા .
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ નું અધિવેશન તારીખ 8 અને 9 ફેબ્રુઆરી 2025 ના રોજ *વડતાલ ચાંગા* ખાતે મળનાર હોય તે સંદર્ભે ચર્ચા વિચારણા કરી તેમજ વધુ માં વધુ સંખ્યામાં શિક્ષક મિત્રો જોડાય એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી . ઉપરાંત 2005 પહેલાના શિક્ષક મિત્રોને જૂની પેન્શન યોજનાનો લાભ મળ્યો છે તે આનંદની વાત છે ; તેમજ જે શિક્ષકોને OPS નો લાભ નથી મળ્યો તેમને મેળવવા માટેના પ્રયત્નોની તેમજ બાકીના પ્રશ્નોની વિગતે ચર્ચા કરવામાં આવી.
✍️
લીમખેડા સુરેશ પટેલ

Back to top button
error: Content is protected !!