ARAVALLIGUJARATMODASA

અરવલ્લીના મોડાસા ખાતે બી-કનઈ સ્કૂલનો યુનિટી ઉત્સવ ફેન ફેર: બાળકો અને વાલીઓ માટે આનંદનો મહાસાગર

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લીના મોડાસા ખાતે બી-કનઈ સ્કૂલનો યુનિટી ઉત્સવ ફેન ફેર: બાળકો અને વાલીઓ માટે આનંદનો મહાસાગર

મોડાસા : અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી બી-કનઈ સ્કૂલ દ્વારા આયોજિત બે દિવસીય યુનિટી ઉત્સવ ફન ફેરનું ભવ્ય ઉદ્ઘાટન માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં 70 જેટલા ખાણી-પીણી અને રમતગમતના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં નાના બાળકો માટે અલગથી આકર્ષક સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ ઉત્સવમાં દેશી અને વિદેશી, મીઠી અને ખારી, ગરમ અને ઠંડી, એવી તમામ પ્રકારની વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નાના બાળકો માટે ખાસ કરીને તૈયાર કરાયેલી વાનગીઓ પણ ઉપલબ્ધ હતી. વિવિધ સ્ટોલ પરથી ગરમાગરમ પકોડા, દહીં વડા, પનીર ટિક્કા, ચાટ, પાણીપુરી, આઈસ્ક્રીમ અને અનેક પ્રકારના ફાસ્ટ ફૂડની મજા લઈ શકાતી હતી.વાનગીઓની સાથે સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, ગરબા, ડાંડિયા રાસ,ડાન્સ જેવા અને અન્ય રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમો બાળકો માટે ખૂબ જ આકર્ષક સાબિત થયા હતા.

આ ઉત્સવમાં બાળકો અને વાલીઓએ સાથે મળીને ખૂબ આનંદ માણ્યો હતો. વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને બાળકોએ નવા મિત્રો બનાવ્યા અને એકબીજા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સમય પસાર કર્યો.આ ઉત્સવની સફળતા પાછળ સ્કૂલના શિક્ષકો, સ્ટાફ અને વાલીઓની મહેનત રહી છે. તેમણે મળીને આ ઉત્સવને ખૂબ જ સુંદર રીતે યોજ્યો હતો.બી-કનઈ સ્કૂલનો યુનિટી ઉત્સવ ફન ફેર બાળકો અને વાલીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો. આવા ઉત્સવો બાળકોમાં સર્વાંગી વિકાસ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.આ યુનિટી ઉત્સવમાં બાળકો અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિવિધ પ્રકારની રમતો, સ્વાદિષ્ટ ખાણી-પીણી અને મનોરંજક કાર્યક્રમોથી આ મેળો ખૂબ જ રંગારંગ બની રહ્યો હતો. બાળકોએ આ મેળામાં ખૂબ આનંદ માણ્યો અને નવી નવી વાનગીઓ અને રમતોનો આનંદ લીધો.

 

Back to top button
error: Content is protected !!