GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના નાની વાવડી ખાતે MSA ગ્રુપ દ્વારા આયજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ માં આશીર્વાદ ઈલેવન વિજેતા

MORBI:મોરબીના નાની વાવડી ખાતે MSA ગ્રુપ દ્વારા આયજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ માં આશીર્વાદ ઈલેવન વિજેતા
તા. 12/01/2025 રવિવાર ના રોજ નાની વાવડી ખાતે MSA ગ્રુપ દ્વારા સુમરા સમાજ ના યુવાનો માટે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી ની 7 ટીમ અને રાજકોટ ની એક ટીમ એમ મળીને કુલ આઠ ટીમે ભાગ લીધો હતો. મોરબી ના વનાળીયા ગામ ની સૌથી વધારે 2 ટીમ મેદાન માં ઉતારવામાં આવી હતી. કમનસીબે બંને ટીમ ફાઈનલ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. ફાઈનલ મેચ રાજકોટ ની આશીર્વાદ ઈલેવન અને વિરપરડા ની બાદશાહ ઇલેવન વચ્ચે રમાઇ હતી જેમાં આશીર્વાદ ઈલેવને શાનદાર પ્રદર્શન કરી ને વિજય મેળવ્યો હતો.









