હાલોલ:સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ ખાતે વાર્ષિક રમતોત્સવ 2024- 25 ની ઉજવણી કરાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૩.૧.૨૦૨૫
વાર્ષિક રમતોત્સવ 2024- 25 તારીખ 10/01/25ના રોજ (અંગ્રેજી માધ્યમ કેજી વિભાગ) તથા 11/01/25 ના રોજ (અંગ્રેજી માધ્યમ 1 થી 12 અને ગુજરાતી માધ્યમ KG વિભાગથી ધોરણ 12 સુધી) નો વાર્ષિક રમત ઉત્સવ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ઉજવવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે સી.આર.સી જેપુરા તથા પાવાગઢ ઇતિહાસકાર ડૉ. શૈલેષ પટેલ હાજર રહ્યા તથા શાળાના પ્રમુખ ડાયરેક્ટર તમામ ટ્રસ્ટ બંને માધ્યમના આચાર્ય અને વાલીઓ આ પ્રોગ્રામમાં હાજરી આપી પ્રોગ્રામમાં શરૂઆતમાં મુખ્ય મહેમાન શ્રી તથા ટ્રસ્ટી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો. મુખ્ય મહેમાન દ્વારા રમતોત્સવ નું મહત્વ સ્પીચ દ્વારા સમજાવવામાં આવ્યું ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હાઉસ પ્રમાણે ફ્લેગ સાથે મેદાન ઉપર પરેડ કરવામાં આવી હતી પછી રાષ્ટ્રગીત પૂર્ણ કરી શાળાના પ્રમુખ મુખ્ય મહેમાન ટ્રસ્ટી આચાર્ય દ્વારા આ વાર્ષિક રમતો સૌને ખુલ્લો મુકવામાં આવે બંને માધ્યમને અલગ અલગ રમતો જેવી કે ગ્લાસમાં દડા ગોઠવવા,બોલ કલેક્શન, સ્કુલ બેગ તૈયાર કરવી,બુક બેલેન્સિંગ, બોટલ ભરવી, ફ્રોગ રસ,સ્લો સાયકલિંગ, 50 મીટર રીલે દોડ, કબ્બડી ,ખો ખો તથા ટીચર્સ ગેમ પણ રમાડવામાં આવે આ સમગ્ર પ્રોગ્રામની અંતે વિજેતા વિદ્યાર્થીઓને અલગ અલગ મેડલ આપી તથા ટ્રોફી આપવી શાળાના પ્રમુખ ટ્રસ્ટી,મુખ્ય મહેમાન તથા આચાર્ય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અંતે આ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવનાર તમામ શિક્ષક વહીવટી કર્મચારી સવેક ગણનો બંને આચાર્ય દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.













