પરીક્ષા પે ચર્ચા 2025 ની આઠમી કડીમાં બનાસકાંઠા જિલ્લા ની સરકારી શાળાની વિદ્યાર્થીની પસંદગી થતાં જિલ્લા ના શિક્ષણ માટે ગૌરવ સમાન

15 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠાના શિક્ષણ માટે ગૌરવ ની ક્ષણ પરીક્ષા પે ચર્ચા 2025 ના ગ્રુપ ડિસ્કશનમાં બનાસકાંઠાની વિદ્યાર્થી ની ઠાકોર સોનલબેન દશરથ ભાઈ,મોડેલ સ્કૂલ,ભાભરનું સિલેક્શન થયું છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ,બનાસકાંઠા. અને સમગ્ર રાજ્ય માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન કાર્યક્રમ ” પરીક્ષા પે ચર્ચા” નું પ્રતિ વર્ષ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની આઠમી કડી પરીક્ષા પે ચર્ચા-૨૦૨૫ નું આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમની આઠમી કડીરૂપે પરીક્ષા પે ચર્ચા -2025 આગામી સમય માં યોજાવાનાર છે. આ કાર્યક્રમ ના સ્ટુડિયો ગ્રુપ ડિસ્કશન સેશન માં મુંબઇ ખાતે ભાગ લેવા માટે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા બનાસ કાંઠા ની સરકારી શાળા ની વિદ્યાર્થિની ઠાકોર સોનલબેન દશરથભાઈ ની પસંદગી થયેલી છે . કુલસાતસેશનમાંદેશભરમાંથી પસંદ થયેલ વિદ્યાર્થીઓને વિવિધ થીમ પર ગ્રુપ ડિસ્કશનમાં ભાગ લેવાવનાર છે .ગ્રુપ ડિસ્કશનમાં સફળ થશે તો આ વિદ્યાર્થીની “પરીક્ષા પે ચર્ચા “ના અંતિમ ચરણ માં દિલ્હી ખાતે ના કાર્યક્રમ માં ભાગ લેવા જશે. બનાસકાંઠા જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરશે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉ હિતેશ પટેલ દ્વારા દીકરી ને આ સિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી .આ વિદ્યાર્થીની રાષ્ટ્ર સ્તરે પોતાની શાળાનું અને રાજ્યનું નામ રોશન કરે તે માટે કચેરી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે.આ માહિતી આપતાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી
ડૉ. હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું.




