BANASKANTHAGUJARATPALANPUR
એન. પી. પટેલ આર્ટસ અને એસ. એ. પટેલ કોમર્સ કોલેજમાં રોજગાર મેળા નું આયોજન

20 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત એન. પી. પટેલ આર્ટસ અને એસ. એ. પટેલ કોમર્સ કોલેજમાં તારીખ 20/01/2025 ના રોજ ગુરુર કન્સલ્ટન્સીના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે એ માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં આર્ટસ અને કોમર્સ સ્નાતક થઈ ગયેલા અને હાલ સ્નાતકની પદવી લઈ રહેલા કુલ 60 વિદ્યાર્થીઓએ રસ પૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ માટે કોલેજના આચાર્યશ્રી મનિષાબેન પટેલ નું માર્ગદર્શન અને પ્રેરણા સતત મળી રહે છે. પ્લેસમેન્ટ સેલ ના કન્વીનર ડૉ. હિરલ ડાલવાણીયા અને પ્રા. રિતિક કુશવાહે આ રોજગાર મેળાનું આયોજન સફળતાપૂર્વક કર્યુ હતું.



