અમલસાડ ખાતે યોજાયેલા આયુષ મેળામાં આયુર્વેદ અને હોમીયોપેથિક સારવારમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આ આયુષ કેમ્પની મુલાકાત નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ લીધી હતી. તાલુકા પંચાયત ગણદેવી પ્રમુખશ્રી પ્રશાંતભાઈ શાહ તાલુકા પંચાયત ન્યાય સમિતિ મનિષાબેન નાયકા, માજી સરપંચશ્રી નિલેશભાઈ, અમલસાડ મંડળી પ્રમુખશ્રી નિમેષભાઈ તથા અમલસાડ મંડળી સેક્રેટરીશ્રી આશિષભાઈ નાયક, નગરપાલિકાના નગર સેવકો પણ ઉપસ્થિત રહયા હતાં. સર્વરોગ નિદાન સારવાર, ડાયાબિટીસ તપાસ, બ્લડપ્રેશર તપાસ, વેલનેસ સેન્ટર અંતર્ગત સ્વસ્થવૃત્ત માર્ગદર્શન, યોગ સમજ ચાર્ટપ્રદર્શન, પંચકર્મ સારવાર-સ્વેદનકર્મ, અગ્નિકર્મ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. હોસ્પિટલના તમામ સ્ટાફે હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.



