Navsari: નવસારી જિલ્લા એલસીબી પોલીસની ટીમે મોબાઈલ ચોરી કેસના આરોપીને ઝડપી પાડ્યો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાનાં ચીખલી પોલીસ સ્ટેશનના મોબાઇલ ચોરીના અનડિટેક્ટ ગુનો શોધી કાઢતી નવસારી એલ.સી.બી ટીમ.
મળતી માહિતી મુજબ સુરત વિભાગ રેન્જ આઈજી
પ્રેમવિર સિંહ સાહેબ તથા તથા નવસારી જિલ્લા પોલીસવડા સુશિલ અગ્રવાલ સાહેબની સૂચનાથી નવસારી જિલ્લાના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર વી.જે.જાડેજા ને આપેલ સૂચના અંતર્ગત એલસીબીના પીએસઆઇ વાય.જી.ગઢવી,પીએસઆઇ એસ.વી આહીર,પીએસઆઈ, આર.એસ.ગોહિલ સહિતની ટિમને અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુના આચરનાર આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ જે અન્વયે નવસારી એલ.સી.બી.માં ફરજ બજાવતા પો.કો નિલેશભાઈ રતીલાલ તથા પો.કો અર્જુનકુમાર હર્ષદભાઇ નાઓને મળેલ ખાનગી બાતમી તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે ચીખલી પો.સ્ટે પાર્ટ એ ૧૧૮૨૨૦૦૯૨૪૧૭૫૧/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૦૫(એ) મુજબના કામે ચોરીમાં ગયેલ Motorola G64 5G કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂપીયા ૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી અવિનાશ વિંદ રહે. નવાગામ ડીંડોલી જી.સુરત ના આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ચીખલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.



