LIMKHEDA
લીમખેડા ની શાળામાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
લીમખેડા ની પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ માં ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આઇ ટી આઇ સંસ્થા લીમખેડા દ્વારા ઉજવળ કારકિર્દી માર્ગદર્શનનો સેમિનાર યોજાયો હતો. ધોરણ 10 અને 12 પાસ કર્યા બાદ આઇ ટી આઇ સંસ્થાઓ વિશે તેમ જ ચાલતા ટ્રેડ માં પ્રવેશ કેવી રીતે મેળવી શકાય તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન શ્રી ટી જે અમીન એન આર ગામીત તેમજ કું એસ એસ દાહમા દ્વારા માહિતગાર કર્યા હતા. શાળાના અંદાજિત 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.શાળાના સુપરવાઈઝર શ્રી સુરેશભાઈ પટેલ એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો..
સુરેશ પટેલ લીમખેડા