DAHODGUJARAT

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ મુકામે થયેલ મંદિરની ચોરી નો ખુલાસો ડ્રોન કેમેરાની ટેક્નોલોજીના આધારે ચોર પકડાયો

તા. ૨૯૦૧૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ મુકામે થયેલ મંદિરની ચોરી નો ખુલાસો ડ્રોન કેમેરાની ટેક્નોલોજીના આધારે ચોર પકડાયો

ગરબાડાના માતવા ગામેથી ચોરને પોલિસ દ્વારા શોધી કઢાયો દાહોદ પોલિસની ઉત્તમ કામગીરીને ગુજરાતના ડી.જી.પી દ્વારા ડ્રોન વિડિયો શેર કરી પ્રસંશા કરવામાં આવી ગુજરાત તેમજ રાજસ્થાનના મંદિરોમાં ચોરી કરનાર ચોર ઝડપાયો રાજેશ લાલા ભાભોર ( રહે. માતવા, ગરબાડા) ગામના ચોરની પોલિસે અટકાયત કરી પોલિસ દ્વારા ચોરને નાસી છૂટવાના રસ્તાઓ પર ચારે બાજુ થી કોર્ડન કરી ડ્રોન કેમેરા થી સતત વોચ રાખવામાં આવી આરોપીને તેના ઘરે પકડવા જતા તે ત્યા થી નાશી છુટયો હતો ત્યારબાદ દાહોદ પોલિસ દ્વારા ડ્રોન કેમેરા દ્વારા ચોર ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની કબૂલાતના આધારે દિલીપ મણિલાલ સોની ( દાહોદ ) ને પણ ઝડપી લેવામાં આવ્યો દિલીપ રમણલાલ સોની મંદિરના ચોરી કરેલ સામાન લઈ ઓગાળી નાખતો હતો ચાંદીની 10 પાટો જેનું વજન 8070 ગ્રામ જેની અંદાજિત કિમત 6,82,700 પોલિસ દ્વારા કબજે કરવામાં આવેલ છે. સાથે એક 50000 ની કિમત ની મોટર સાઇકલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે.આ ઝડપાયેલ ચોર દ્વારા વરોડ તેમજ રાજસ્થાનના મંદિરોમાં ચોરી કરેલ હોવાનું કબુલાત કરવામાં આવેલ છે પકડાયેલ ચોર વિરુદ્ધ અંદાજીત 16 જેટલા ગુના ગુજરાતની વિવિધ પોલીસ મથકે નોંધાયેલ હોવાનું પણ માલુમ પડેલ છે. દાહોદ પોલિસ અધિક્ષક ડૉ રાજદિપ સિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પોલિસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ગામેતી ની ટીમ વર્ક દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી પોલિસની સુંદર કામગીરીની ચારેકોર પ્રસંશા કરવામાં આવી રહેલ છે.

Back to top button
error: Content is protected !!