BANASKANTHAGUJARATPALANPUR
શ્રી આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન. પી. પટેલ આર્ટસ અને એસ. એ. પટેલ કોમર્સ કોલેજના વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરવામાં આવી

3 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત એન. પી. પટેલ આર્ટસ અને એસ. એ. પટેલ કોમર્સ કોલેજ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને કડી સર્વ વિદ્યાલયના એમ.બી.એ. વિભાગ દ્વારા એક દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું . જ્યાં તેમને વિદ્યાર્થીઓને ભવિષ્ય વિશે માર્ગદર્શન આપ્યું તથા તેમના દ્વારા કડી મુકામેની ગોપાલ ગ્લાસ ઇન્ડસ્ટ્રીની વિદ્યાર્થીઓને મુલાકાત પણ કરાવવામાં આવી હતી. જ્યાં તેમને કેવી રીતે કાચની શીટ બને છે તે બતાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્યશ્રી ડૉ. મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કોમર્સ વિભાગના HOD ડૉ. હિરલબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.

1
/
93
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
1
/
93


