BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે સેલિબ્રેશન સપ્તાહ ઉજવાયો

7 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે સેલિબ્રેશન સપ્તાહની શરૂઆત કરી. જેમાં બ્લેક એન્ડ વાઈટ ડે અને સિગ્નેચર ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે ચિત્રકલા સ્પર્ધા અને મહેંદી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. તદુપરાંત વિદ્યાર્થીઓને વિવિધ ફન એક્ટિવિટી પણ કરાવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આમ કોલેજના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રોના સહયોગથી સુંદર મજાના ડે સેલિબ્રેશન સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી.





