ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકામાં મોડી રાત્રિએ “પુષ્પા” મુવી જેવા દ્રશ્યો સર્જવાનો વિડિયો વાયરલ, નંબર વગરના ટ્રેકટરમાં રાત્રીના સમયે થઇ રહી છે લાકડાની હેરાફેરી, વિડિઓ થયો વાયરલ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં મોડી રાત્રિએ “પુષ્પા” મુવી જેવા દ્રશ્યો સર્જવાનો વિડિયો વાયરલ, નંબર વગરના ટ્રેકટરમાં રાત્રીના સમયે થઇ રહી છે લાકડાની હેરાફેરી, વિડિઓ થયો વાયરલ

મેઘરજ તાલુકામાં મોડી રાત્રિએ “પુષ્પા” મુવી જેવા દ્રશ્યો સર્જવાનો વિડિયો વાયરલ, થયો છે જેમાં નંબર વગરના ટ્રેકટરમાં રાત્રીના સમયે લાકડાની હેરાફેરી થતી હોય તેવો વિડિઓ વાયરલા થતા અનેક તર્કવિતર્ક સર્જાય છે જેમાં મળતી માહિતી અનુસાર વિડિઓ ભેમાપુર મેડી ગામ વિસ્તારમાં ખુલ્લેઆમ લીલાં લાકડાં ભરેલા નંબર વગર ના ટ્રેકટર ની હેરાફેરી નો વિડિયો વાયરલ થયો છે બીજી તરફ કહી શકાય તો રાત્રિના અંધકારમાં જાણે કે “પુષ્પા” સમજી બેઠેલા કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે લીલાં લાકડાં ની હેરાફેરી કરી વન વિભાગ ને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવો નજારો જોવા મળી રહયો છે મોટા પ્રમાણ માં લીલા લાકડાં ની હેરાફેરી જોઈ વન વિભાગના રાત્રિ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે આવા કથિત “પુષ્પા”ની સ્ટાઇલમાં કોના છુપા આશીર્વાદથી ગેરકાયદેસર લીલાં લાકડાં ની હેરા ફરી કરતા હશે તે પણ એક તપાસનો વિષય છે આ વિસ્તારમાં નંબર વગરની ટ્રકો પણ ગેરકાયદેસર લીલાં લાકડાં ની હેરાફેરી કરતા હોવાની પણ ચર્ચાઓ જામી છે હાલ તો આ વિડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થતાં અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે. વાયરલ વિડિઓની પૃષ્ટિ વાત્સલ્યમ સમાચાર કરતુ નથી

Back to top button
error: Content is protected !!