હાલોલ- વી.એમ.સ્કૂલ ખાતે ઈવીએમ મશીન ઉમેદવારીની હાજરીમાં ચેક કરી તેમાં બેલેટ પેપેર મૂકી મશીન સીલ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૨.૨૦૨૫
આગામી તા.૧૬ મી ફેબ્રુઆરી ના રોજ યોજાવનાર હાલોલ નગર પાલિકા ની ચૂંટણી ને લઇ વહીવટી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે.હાલોલ પ્રાંત અધિકારી ની ઉપસ્થિતમાં ચૂંટણી લક્ષી કામગીરી હાથ ધરવામા આવી હતી.હાલોલ નગર પાલિકામાં ૯ વોર્ડમાં ૩૬ બેઠકો માટે યોજાવનાર ચૂંટણી માં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ૨૧ બેઠકો બીન હરીફ જાહેર થઇ હતી.જેમાં ત્રણ વોર્ડ માં સમરસ થતા બાકી રહેલા 6 વોર્ડ માં 15 બેઠક માટે 26 ઉમેદવારો વચ્ચે યોજાવનાર ચૂંટણી ને લઇ વહીવટી તંત્ર પણ સજ્જ બની ચૂંટણી લક્ષી કામગીરી હાથ ધરવામા આવી રહી છે.જે અંતર્ગત ૬ વોર્ડ ની યોજાવનાર ચૂંટણી માટે ૩૬ મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે.અને તેમાં ૩૬ ઇવીએમ મશીન દ્વારા થનાર ચૂંટણી ને લઇ આજે મંગળવાર ના રોજ નગરના ગોધરા રોડ સ્થિત વી એમ શાહ સ્કૂલ ખાતે હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી ની અધ્યક્ષતામાં આ ઈવીએમ મશીન ઉમેદવારી ની હાજરીમાં ચેક કરી તેમાં બેલેટ પેપેર મૂકી મશીન સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.












