MORBI:મોરબી સ્પાની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિના ગુનાનાં આરોપીના જમીન મંજુર

MORBI:મોરબી સ્પાની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિના ગુનાનાં આરોપીના જમીન મંજુર
ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિના ગુનાના કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કર્યો હતો. મોરબી બી.ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી તે ગુનાના કામે આરોપી વિજયભાઈ ઉર્ફે ભુરાભાઇ જેરામભાઈ બોપલીયાની ધરપકડ કરેલ હતી.જેમાં આરોપી વતી મોરબીના યુવા એડવોકેટ દેવ કે. જોષી મારફત ગુજરાત હાઈકોર્ટ માં જામીન મેળવવા અરજી કરેલ હતી. જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપી ને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ.
જેમાં આરોપી તરફે મોરબી ના વકીલ શ્રી ડી. કે. જોષી તથા એસ. ડી. મોંઘરીયા રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપી ના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.જેમાં વિદ્વાન વકીલ શ્રી એસ. ડી. મોંઘારીયા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતા જે ધ્યાને લઇ નામદાર ગુજરાત હાઈ કોર્ટ દ્વારા આરોપીના શરતી જામીન મંજુર કરવામાં આવેલ છે. આરોપી તરફે વકીલ એસ. ડી. મોંઘરીયા, મોરબીના સિનિયર વકીલ જગદીશ ઓઝા, ફેનિલ ઓઝા તથા યુવા વકીલ દેવીપ્રસાદ.(દેવ) કે. જોષી, શહેનાઝબેન સુમરા, લેખરાજ ગઢવી રોકાયા હતા.








