“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પાંચ મોબાઈલ મૂળ માલિકો ને પરત અપાવતી કાલોલ પોલીસ

તારીખ ૧૩/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ-ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તરફથી અત્રે નાં જીલ્લામાં મોબાઈલ ફોન ગુમ/ચોરીનાં બનાવ બનતા હોય જે સંબંધે CEIR પોર્ટલમાં મોબાઈલ ની માહિતી અપલોડ કરી શોધવાની કામગીરી કરવા જરૂરી સુચનાઓ આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ હાલોલ વિભાગ નાં માર્ગદર્શન તથા સુચના આધારે કાલોલ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ નાઓ ને કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ અલગ અલગ પાંચ ઈસમો નાં મોબાઈલ ફોન ગુમ/ચોરી માં ગયેલ હોય જેની તપાસ કરવા CEIR પોર્ટલ માં મોબાઈલ ની જરૂરી માહિતી અપલોડ કરી ટેકનીકલ સોર્સીસ નાં આધારે મોબાઈલ ફોન શોધવાની કામગીરી કરેલ જે આધારે આજરોજ વિવિધ કંપનીના કુલ પાંચ મોબાઈલ પરત મળી આવતા કુલ.રૂ.૮૭,૯૯૫ નો મુદામાલ રીકવર કરી મોબાઈલ નાં મૂળ માલિકો ને મોબાઈલો પરત સોપવામાં આવેલ.






