GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના નેવરીયા વસાહત ની સિંચાઈ સહકારી મંડળી ના પંપ હાઉસના તાળા તોડી કબજો કરતા તંત્ર ને રજુઆત.

તારીખ ૩૦/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના નેવરીયા ૧ (વસાહત ૨) ઉદવહન સહકારી મંડળી જે રજીસ્ટર થયેલી મંડળી છે જેનું વહીવટ દિનેશભાઈ બલાઈ કરી રહ્યા છે. જેનુ કાયદેસર ઓડિટ પણ કરાવાય છે મોટર રિપેરિંગનો ખર્ચ પણ પ્રમુખ દિનેશભાઈ કરે છે.તેમ છતા પણ તેઓના ઉપર ખોટા ખોટા અક્ષેપો કરી દશ જેટલા ઈસમોએ મંડળીના પંપ હાઉસના તાળા તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મંડળીનો કબજો કરી લીધો છે જે બાબતે જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી તેમજ જીલ્લા કલેકટર અને કાલોલ પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી અને (૧) દેવેન્દ્ર લક્ષ્મીનારાયણ ગોસાઈ (૨) તેજા નાથુ (૩) વ્યારેલાલ નવ્યા (૪) ચંદુ સિકદાર (૫) માંગીલાલ શંકર (૬) દુર્ગાબેન રામશંકર (૭) જીતેન્દ્ર સોલંકી (૮) મુન્નાભાઈ રામચંદ્ર (૯) થાનસીંગ કાશીરામ (૧૦) શક્તિસિંહ રામચંદ્ર સામે કાર્યવાહી કરવા માંગ કરી અરજી આપી છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



