સરદાર કૃષિનગર યુનિવર્સીટી, દાંતીવાડા ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો.

13 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાલનપુર દ્વારા જીલ્લાની જનતાને સાયબર ફ્રોડના બનાવો બાબતે જાગૃત કરવાનું ખૂબ સુંદર અભિયાન ચાલી રહેલ છે. જેમાં ગત વર્ષે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા બનાસકાંઠા જીલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો, કોલેજ, પોલીટેકનિક, આઇટીઆઇ તેમજ શહેરની સોસાયટીઓ ખાતે કુલ – ૫૮ સેમિનારો યોજીને લોકોને જાગૃત કરેલ છે, SK નગર દાંતીવાડા મુકામે આવેલ સરદાર કૃષિનગર યુનિવર્સીટી ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં સાયબર ક્રાઇમ ટીમ, પાલનપુરના હેડ કોન્સ્ટેબલશ્રી શૈલેષભાઇ લુવા નાઓએ સાયબર ફ્રોડના બની રહેલ બનાવો બાબતે પ્રેઝન્ટેશન દ્વારા સુંદર માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું. જેમાં નાણાંકીય છેતરપિંડીમાં OTP, ફેક વેબસાઇટ, ફીશીંગ લીંક, ATM ફ્રોડ, ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ/ટ્રેડીંગ, લોન એપ્લીકેશન, ઓનલાઇન જોબ ફ્રોડ, ઉપરાંત સોશિયલ મિડીયામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ ટાસ્ક, કસ્ટમ ઓફિસર ફ્રોડ, આર્મીના નામથી ફ્રોડ, ન્યૂડ વિડીયોકોલ, ડીજીટલ એરેસ્ટ ઉપરાંત અન્ય બની રહેલ રોજીંદા બનાવો તેમજ સાયબર સિક્યુરિટી સંદર્ભે સ્ટ્રોંગ પાસવર્ડ કેવી રીતે સેટ કરવા અને એન્ડ્રોઇડ મોબાઈલ નો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા રમુજી અંદાજમાં ખૂબ જ સુંદર માહિતી પુરી પાડી અને જો કોઇની સાથે સાયબર ફ્રોડનો બનાવ બને તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં.1930 ઉપર તાત્કાલિક કોલ કરીને કમ્પ્લેન નોંધાવવા વાકેફ કર્યા.આ સેમિનારમાં પાલનપુુર રોટરેક્ટ ક્લબના હોદ્દેદારો તથા દાંતીવાડા યુનિવર્સીટીના તમામ ફેકલ્ટીના પ્રિન્સીપાલશ્રીઓ, પ્રોફેસરશ્રીઓ અને કોલેજના આશરે ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ.




