MORBI મોરબી કીડીયારું પુરી નેં પુલવામા થયેલા હુમલા માં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી!

MORBI મોરબી કીડીયારું પુરી નેં પુલવામા થયેલા હુમલા માં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી માં યુવાનોએ કીડીયારૂ પુરીને પુલવામા થયેલા હુમલા માં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. પુલવામા થયેલા હુમલા માં શહીદોને કીડીયારું પુરીને શ્રદ્ધાંજલી અર્પણ કરતા યુવાનો વિપુલ કડીવાર અને સાગર કડીવાર , અલ્પેશ ઉધરેજા, શૈલેષ ભોજાણી,જેનીશ કાનાબાર વગેરે એ કીડીયારું પુરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે
રાષ્ટ્ર ધર્મ સે બડા કોઈ ધર્મ નહીં હોતા. પુલવા માં હુમલામાં દેશ માટે શહીદ થયેલા ભારતના વીર જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આત્મા ને શાંતી આપતો કાર્યક્રમ યોજાયો હતો. અમર જવાન રંગોળી દોરી, કીડીયારું પુરી ભંડારો અને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશ ની સેવા એજ પ્રભુ સેવા. અબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા અબોલ જીવો ના માટે ભંડારો
૫૧ નાળીયેર માં કીડીયારૂ ભરીને ૫૧ અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદી ને દાટી આને બાવળ અને બોરડી ના ઝુંડમાં મુકીયા જેથી ૫૧૦૦૦ હજાર જેટલા નાના જીવો ને ખોરાક મળતો રહે અને આપણે બધા ભેગા મળીને કિડીયારૂ પુરી આપણી સંસ્કૃતિ ના મુલ્યો જાળવિએ.. ચાલો પાછું સેવાનું કામ કરીએ











